10 એપ્રિલે નરેન્દ્ર મોદી ગુજરાતમાં: બે રેલી કરીને પ્રચારનો પ્રારંભ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જુનાગઢ અને સોનગઢ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરીને એ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

10 મી એ સવારે ૯.૦૦ કલાકે વડાપ્રધાન જુનાગઢ પહોંચશે. અહીંયા તે જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભા વિસ્તારને આવરી લેતી જનસભાઓને સંબોધન કરશે. બપોરે ૧૨.૦૦ કલાકે દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે બારડોલી લોકસભા અને નવસારી લોકસભા વિસ્તારને આવરી લેતી જનસભાને સંબોધન કરશે.

ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગિરી પૂરી થયા પછી વડા પ્રધાનની આ સૌ પ્રથમ ચૂંટણી સભા હોઇ પ્રદેશ ભાજપના આગેવાનોએ જુનાગઢ અને સોનગઢ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે એ માટે તૈયારીઓ શરુ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]