PM મોદી રાજકોટમાંઃ જનસભા સંબોધતાં સરદાર સ્ટેચ્યૂ નિર્માણની ટીકાઓનો જવાબ આપી દીધો…

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના આખરે રાજકોટના કાર્યક્રમો માટે રાજકોટ એરપોર્ટ પર સાંજે આવી પહોચ્યાં હતાં. મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત પ્રધાનમંડળના સભ્યો પણ તેમની સાથે જોડાયાં હતાં. રાજકોટમાં સૌપહેલા ચૌધરી ગ્રાઉન્ડથી મહાત્મા મ્યૂઝિયમનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું.ત્યારબાદ તેમણે જનસભાને સંબોધન કર્યું હતું…સંબોધનના મુખ્ય અંશ…

પીએમ મોદીએ સંબોધનની શરુઆત ગુજરાતીમાં કરી….

ગાંધીજીના જીવનની શરૂઆત રાજકોટનું પાણી પીને થઈ હતી, રાજકોટમાં પીએમ મોદીના સંબોધનની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર શરૂ…

સુદર્શનધારી મોહન અને ચરખાધરી મોહન બંને ગુજરાતની ધરતી પર જન્મ્યા છે…

ગાંધીજી એક કહ્યું હતું કે જો સ્વચ્છતા અને દેશની આઝાદીમાંથી પહેલા જો શુ પસંદ કરવામાં આવે તો તેમને કહ્યું હતું કે હું પ્રથમ સ્વચ્છતાને પસંદ કરીશ…

પીએમ મોદીએ પોતાનો રાજકોટનો નાતો યાદ કર્યો, હું અહીંથી ચુંટાઈને ગુજરાતનો મુખ્યપ્રધાન બન્યો હતો, રાજકોટવાસીઓને સ્વચ્છતાની જાળવણી માટેની કરી અપીલ….

આજના યુગની સમસ્યાઓનું સમાધાન, આજની માનવજાતની દુવિધાઓનું માર્ગદર્શન જો કોઈ એક વ્યક્તિ પાસેથી મળી શકે તેમ હોય તો એ છે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ. 2જી ઓક્ટોબરે માત્ર બાપુનો જન્મ નહોતો થયો પરંતુ એક યુગનો જન્મ થયો હતો.

યુનાઈટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડના સાચા હકદાર 125 કરોડ દેશવાસીઓ છે તથા પૂજ્ય બાપુ છે.જે દેશ પાસે સૌથી મોટી વિરાસત હોય એ દેશ પર્યાવરણની રક્ષા માટે સમગ્ર વિશ્વને દિશા આપી શકે તેવો રસ્તો પૂજ્ય બાપુ આપણને આપીને ગયા છે

વાંકદેખા લોકો અને માર્યાદિત દ્રષ્ટિવાળા લોકોને સરદાર સાહેબના સૌથી ઊંચા સ્ટેચ્યુના નિર્માણમાં પણ ચૂંટણી દેખાય છે. સરદાર સાહેબ કોઈ ધર્મ કે જાતિના નહીં પરંતુ વિશ્વ માનવ તરીકે પ્રચલિત થયેલું વ્યક્તિત્વ છે.

 

 

રાજકોટમાં નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ, આઈ-વે પ્રોજેક્ટ ફેઝ-2, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ તથા 240 આવાસોનો સામૂહિક ગૃહપ્રવેશ વડાપ્રધાને ડિજિટલી કરાવ્યો હતો. વધુ તસવીરી ઝલક…

ગાંધી મ્યુઝિયમની વિઝિટર બૂકમાં પીએમ મોદીનો સંદેશ…

પૂજ્ય બાપુ યુગોથી પ્રણેતા છે. તેમના જીવનની પ્રત્યેક પળ વર્તમાન અને ભાવિ પેઢી માટે પથદર્શક છે, પૂજ્ય બાપુના વારસ તરીકે સર્વે ભારતનું કર્તવ્ય છે કે પૂજ્ય બાપુના જીવનમાંથી પ્રેરણા લઇ આપણે પણ તેમને કઈક આપવું, પૂજ્ય બાપુને આપણી શ્રદ્ધાંજલિ અને પૂજ્ય બાપુના ચરણોમા 100 100 વંદન….નરેન્દ્ર મોદી