જસદણમાં PM મોદીઃ ચારચાર પાટીદાર મુખ્યપ્રધાનોને કોંગ્રેસે જંપીને બેસવા નથી દીધાં

જસદણ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીપ્રચારના જંગમાં બ્યૂગલ ફૂંકવા આજે રાજ્યના વિવિધ સ્થળોએ જાહેર સભામાં ભાજપને જીતાડવા જંગે ચડી ગયાં છે. જસદણમાં તેમણે પ્રજાજનોને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા તેમના પ્રચાર સમયે ઉઠાવાયેલાં મુદ્દાઓનો પીએમ મોદીએ ગરજીને જવાબ આપ્યો હતો.તેમણે રાષ્ટ્રપતિ આ વિસ્તાર સાથે ઘરોબો ધરાવે છે તેના સંદર્ભ સાથે આ ઘટનાને લોકતંત્રની તાકાત ગણાવતાં સંબોધનની ળરુઆત કરી હતી. સૌરાષ્ટ્રમાં પાણીની ભૂતકાળની ગંભીર સમસ્યાઓની યાદ અપાવતાં કોંગ્રેસના વાંકદેખા લોકો તેમની મજાક ઉડાવી અપશબ્દો બોલતાં હોવાનું યાદ દેવડાવ્યું હતું.

કોંગ્રેસ તેમની લગાતાર ટીકા જ કરતી રહી છે તેના પર ચાબખાં મારતાં પીએમે કહ્યું તે એ લોકોમાં કંઇ સુધારો થાય તેવી શક્યતા નથી.

દિલ્હીની પાર્ટીના નેતાને ઝપટે લેતાં રોજ એક નવી દેવાની ટેવ છે…મોટા નેતાને દેવાની તેથી પબ્લિસિટી મળે તેવી કુટેવ છે. છેલ્લાં બે માસથી જોઇ રહ્યો છું કે આખેઆખી કોંગ્રેસે જાણે તેનું ચરિત્ર જ ગુમાવી દીધું છે. ગુજરાતની જનતાએ તમને પહેલાં પણ સ્વીકાર નથી કર્યાં.ગુજરાત નામ આવતાં કોંગ્રેસને શૂળ ઉપડે છે.  સરદારસાહેબના શું હાલ કર્યાં એ જાણવા મણિબહેનની ડાયરી જુઓ બીજે જોવાની જરુર નથી.

મોરારજીભાઇ જેવા બેદાગ, ખમતીધર વ્યક્તિને તેમણે ડુંગળી બટાકાની જેમ ફેંકી દીધાં હતાં, કારણ કે તેમને ગુજરાત ગમે જ નહીં. બાબુભાઇ, ચીમનભાઇ જેવા નેતાઓની પથારી ફેરવી નાંખી હતી. ટેકો આપી ચીમનભાઇને મુખ્યપ્રધાન બનાવનાર કેશુભાઇ પટેલની સરકાર હતી. કેશુભાઇ કાઠિયાવાડમાંથી પહેલાં મુખ્યપ્રધાન બન્યાં. કેશુભાઇની ખુરશી હલી જાય તેવા કારસા કોંગ્રેસે કર્યાં. ગુજરાતની પટેલની દીકરી પહેલીવાર મહિલા મુખ્યપ્રધાન બન્યાં તેમને ડીસ્ટર્બ કરવા બધું કર્યું. ચાર-ચાર પાટીદાર મુખ્યપ્રધાનોને જંપીને બેસવા નથી દીધાં એ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. બાબુભાઈ પટેલ પછી ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યાં એ પણ કોંગ્રેસને ના ગમ્યું અને તેમની સરકાર પાડી ભાંગવા માટે વિરોધની રણનીતિઓ ઘડી હતી.તેઓને હટાવવા કોંગ્રેસે કરેલાં કારનામાં ઘણાં છે. આવો દ્વેષ મેં ક્યાંય જોયો નથી કલ્પ્યો ન હતો.

કોંગ્રેસની આટલી હદથી નીચે જવાની પ્રવૃત્તિ આપણાં દેશમાં થઇ શકે કોંગ્રેસનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે નીચે જવાનો જ પ્રયત્ન રહ્યો છે.

ચા વેચવાવાળાએ તમારી ગાદી લઇ લીધી તો એ તમારા વારસામાં લખેલી હતી? કોંગ્રેસના લોકો લખી રાખે આ મોદી છે ચા વેચશે દેશ વેચવાનું પાપ ક્યારેય નહીં કરે. ગરીબીની મજાક ઉડાવો છે. ગરીબ માનું અપમાન કરો છો. હું તમારું સંતાન છું અને તમારા વચ્ચે કાયમ તમારો સાથે રહ્યો છું.નર્મદાના પાણીએ કેટલાક ડેમ ભરી દીધાં છે અને બધાં પંદર ભરાવાના છે. વીજળીનું કામ પણ મેં હાથમાં લીધું છે એ પૂરું કરવાનો છું.

ગુજરાતના લોકો સમજુ છે કે વાતોમાં આવીને બટાકાની ખેતી ન શરુ કરી દે….મૂર્ખામીભરી વાતો..જેમને ચણાનો છોડ હોય કે ઝાડ હોય તેની ગતાગમ ન હોય તેવા લોકો ખેડૂતોની વાત કરવા નીકળ્યાં છે.

અટકી ન જાય, અટકે એ વિકાસ નહીં. આ દેશમાં મધ્યમવર્ગના માનવીને ઘર મળે તેવી કોઇ યોજના કોંગ્રેસે બનાવી છે?  પહેલીવાર એવી સરકાર આવી જેણે ભારત દેશના મધ્યમવર્ગના માનવી માટે આવી યોજના બનાવી છે.

ઘરની દુનિયા ઊંચીનીચી થઇ જાય એવી માંદગીના ખર્ચામાંથી બચવા મધ્યમવર્ગ માણસ શું કરે…લાખો રુપિયા સિવાય વાતો ન થાય..અમે તપાસ કરી કે આ શું છે..સ્ટેન્ટની કીમત લાખોમાંથી ઘટાડી 30-35 હજાર પર લાવી મૂક્યું એ કામ અમે કર્યું છે. મોંઘી દવાઓ મારી નાખે. ત્યારે અમે નક્કી કર્યું કે સસ્તી દવા માટે જેનરિક સ્ટોર ખોલ્યાં.

આપ મને કહો આપણો હાઇવે-અમદાવાદ-રાજકોટ આવવાનો રોડ..રોજ સમાચારમાં ચાર મરાણાં પાંચમરાણાં નહોતું સંભળાતું….અમે ફોર લેન કરી લોકોની જિંદગી બચાવી છે. તમારા ત્યાં અમે મોટું એરપોર્ટ લાવી રહ્યાં છીએ. એનો ખર્ચો કોને મળવાનો છે…તમને મળવાનો છે. વિમાન યાત્રા માટે અમે એક કલાકમાં અઢી હજાર રુપિયામાં મુસાફરીનો નિયમ લાવ્યાં.

વિકાસ કેવી રીતે કરાય, સામાન્ય માણસની આશાઅપેક્ષા પૂરી કરાય તેવો વિકાસ લાવ્યાં. નર્મદાનું પાણી લાવ્યાં ત્યારે વિકાસ સંભવ બન્યો છે. ખેડૂત, ગરીબ મધ્યમવર્ગ માટે, મારાતારાના ભેદ વગર સૌનો સાથ સૌનો વિકાસ આ એક જ મંત્ર લઇને આગળ વધ્યાં છીએ.

કોંગ્રેસ હવે બચવાની શક્યતા નહીં રહે. હતાશાના કારણે જે ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે અનાપશનાપ બોલી રહ્યાં છે, ગુજરાતની જનતા નવમી તારીખે તમારી એકએક ગાળનો હિસાબ લેવાની છે. હું દિલ્હીમાં બેઠો હોંઉ તો પણ મારાથી એવી ભૂલ થાય કે ગુજરાતને નુકસાન થાય? પહેલાં ગુજરાતને નાણાંઆયોગ પાસેથી પચાસ હજાર કરોડ મળતાં આજે એક લાખ કરોડથી વધુ નાણાં ગુજરાતને જાય છે.

રોડ બને, રેલ બને , જહાજ આવે. રો-રો ફેરી સર્વિસ..કોના માટે? કાઠિયાવાડને ધમધમતું કરવાનું કામ ભારતીય જનતા પક્ષે કર્યું છે.

અમારે ગુજરાતને હજુ આગળ લઇ જવું છે. પહેલાં પણ મેં કહ્યું હતું કે દુનિયાની સામે શ્રેષ્ઠ છે તે ગુજરાતમાં લાવવાના છીએ. અહીંનો માણસ નવા પ્રયોગો કરવા તૈયાર હોય છે. મોરબી જામનગરમાં ઇજનેરી એકમોનું નેટવર્ક આજે છે તેનો લાભ કોને મળે છે.

જીએસટીમાં કોંગ્રેસ પણ હોય છે પણ બહાર આવીને કંઇ બીજું બોલે. નવા જૂતાં લાવીએ તો એ પણ ડંખે છે. નવું મકાન જાતે બનાવીએ તો પણ કંઇ બીજું સુધારવાનું દેખાય..અમે જીએસટી લાગુ કર્યો ત્યારે ખબર હતી કે આવડા મોટા દેશમાં સુધારા આવશે. દિલ્હીમાં બેઠેલી સરકારમાં એવી હિંમત છે કે નવા સુધારા આવે છે એ કરે છે. નવી વ્યવસ્થા લચીલી હોય જ્યાં જરુર હોય ત્યાં નટબોલ્ટ ઢીલાં કરશું. અમને 17 મહિના નથી લાગવાના આ બધું સરખું કરવામાં..

એમને જમ્મુકશ્મીરમાં વાંધો પડ્યો..નોટબંધી કરી. હજુ પણ જવાન દીકરો મર્યો હોય બધું લૂંટાઇ ગયું એના શોકમાંથી હજુ બહાર નથી આવ્યાં. પથ્થર મારતાં લોકો જેલમાં છે. ત્યાંની પોલીસ. સુરક્ષાબળોને અભિનંદન આપવા જોઇએ. અડધા કરતાં વધુ પડોશમાંથી આવેલાં હતાં તેમને જન્નતમાં મોકલી દીધાં. જાવ લહેર કરો.

હું દેશના તમામ સુરક્ષાબળોને અભિનંદન આપું છું કારણ કે, તેમણે 200 આતંકીઓને મોતને ઘાટ ઉતારી જન્નતમાં મોકલી દીધા. અમરનાથમાં આ વખતે હુમલો કર્યો તેના એક મહિનામાં વીણીવીણીને પૂરાં કરી નાંખ્યાં. 2002ના દિવસો યાદ કરો. કેવા અશાંતિ અસુરક્ષાના દિવસો હતો..આ બધું બંધ થયું કે ન થયું? સુરક્ષા મળી કે ન મળી. આ કામ ભાજપે કર્યું છે. સુરક્ષા હોય તો શાંતિની દિશામાં આગળ વધી શકીએ છીએ એ વાતાવરણ છે.

ચૂંટણીઓ તો આવશે અને જશે, સરકારો બનશે અને બગડશે પણ ગુજરાતના તાણાવાણાં વિખાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણી છે.ગુજરાતના તાણાવાણાં વિખાઇ ન જાય તે જોવાનો અવસર કોંગ્રેસ ન અપાય તે જોજો. જાતિવાદનું ઝેર વિકાસના માર્ગમાં ન આવે તે જોજો. વિકાસનો મંત્ર તમે મને આપ્યો છે તેને આગળ લઇ જવાની અપીલ કરું છું.