PM મોદીએ દમણમાં 31 પ્રોજેક્ટ શરુ કર્યા, માછીમારોને આપી બે ભેટ…

દમણ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે આવ્યાં છે. તેઓ દિલ્હીથી સૂરત આવી પહોંચતાં આરોગ્યપ્રધાન કુમાર કાનાણી અને સૂરત મેયર અસ્મિતા શિરોયાએ પુષ્પ આપી આવકાર આપ્યો હતો. પીએમ મોદીએ દીવ દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાવ્યો હતો, અને માછીમારો માટે ઝીરો વેટ ડયૂટી કરવાની જાહેરાત કરી હતી. તેમજ વધુ એક યુનિવર્સિટીની જાહેરાત કરી છે.પીએમ મોદી આજે દમણમાં હેલિકોપ્ટર સેવાનું લોકાર્પણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યાં બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર દમણ આવ્યાં છે. દમણથી હેલિકોપ્ટર સેવા શરુ થતાં માત્ર એક કલાકમાં દીવ પહોંચી શકાશે. જેનાથી ટુરિઝમને પ્રોત્સાહન મળશે.

પીએમ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક સબસ્ટેશન નગરપાલિકા બજારના ખાતમુહૂર્ત કરાયાં હતાં.

હેલિકોપ્ટર સેવા અને ઓડિશા-અમદાવાદ વચ્ચે વિમાન સેવાનો પ્રારંભ, દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ મહિલાઓને ઇ-રિક્ષા અને સ્કૂટી વિતરણ કર્યું હતું.

દમણ અને દીવ વચ્ચે શરુ થનારી હેલિકોપ્ટર સેવાના ઉદઘાટન ઉપરાંત પીએમ મોદી રુપિયા 1000 કરોડના વિવિધ 31 પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાવવાના છે. પીએમ આ સાથે સરકારી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં પણ હાજર રહેવાના છે.

દમણમાં વિવેકાનંદ કોલેજના મેદાનમાં તેમની જાહેર સભાનું આયોજન પણ છે જ્યાં તેઓ લોકોને સંબોધન કરશે.

હિન્દી-ગુજરાતી ભાષામાં પીએમ સંબોધનના મુખ્ય અંશ

દમણમાં સફાઇ અભિયાનમાં ચારેતરફથી કચરો ઉપડ્યો, પહેલાં આટલું સાફ દમણ થયું હતું? જવાબદારી દમણવાસીઓની પણ બને છે. સરકારે સાફસફાઇ કરી હવે અમે ગંદકી નહીં કરીએ એવું નક્કી કરો.

ટુરિઝમ આજે હેલિકોપ્ટર સેવાથી જોડાયું છે એટલે દક્ષિણભારત તરફ જવા કે ગીર, દીવ તરફ આવતાં લોકો અહીંથી જશે. દીવ-દમણ અમદાવાદ સાથે જોડાઇને વિકાસની મુખ્યધારામાં જોડાઇ ગયાં છે.

દમણ ઓડીએફ બની ગયું છે તે માટે પ્રશાશન અને જાગૃત નાગરિકોને વધાઇ આપું છું.

અહીંની બહેનો પણ ઇ-રિક્ષા લઇને શહેરમાં ફરતી હશે અને પ્રવાસીઓ વચ્ચે માતાઓબહેનો સુરક્ષિતતા અને સન્માન વધશે જે દમણની નવી ઓળખ બનશે. તેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે.

1 લાખ 40 હજાર એલઇડી બલ્બ આ નાનકડાં વિસ્તારમાં વહેંચાયાં છે તેનાથી વીજળીની બચત એકલા દમણમાં 7 કરોડ રુપિયાની વીજળી બિલની બચત થઇ છે.

દમણ જેવા ઔદ્યોગિકનગરમાં શ્રમિકો માટે ઉત્તમ પ્રકારની જમવા-રહેવાની વ્યવસ્થાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે તે માટે ઉદ્યોગકારો, શ્રમિકોને પ્રોત્સાહક નીવડશે જેનાથી ઉત્પાદનક્ષમતા વધુ સારી થશે તેવો મને વિશ્વાસ છે. સારું ખાવાનું મળે, રોજિંદી ક્રિયાઓ માટે જગ્યા મળે તેનાથી શ્રમિકો ભારતમાં સૌથી સારી ક્ષમતાથી કામ કરી શકશે.

આપણાં દેશમાં માતા મૃત્યુદર ઓછો કરવા શિશુ મૃત્યુદર ઓછો કરવામાં દમણે નવી પહેલ કરી છે. પોષક આહાર માટે દર મહિને આહાર કિટ વિતરણ શરુ થયું છે તેનાથી આશા છે. તેનાથી બહેન-દીકરીઓને સશક્ત બનશે. ભવિષ્યમાં સ્વસ્થ માતા સ્વસ્થ બાળકને જન્મ આપે અને દેશ બળવાન બને તેનું આ આયોજન છે.

માછીમારો માટે મહત્ત્વની જાહેરાત

ભારત સરકારે તમને પણ એક યુનિવર્સિટી આપવાનો નિર્ણય કર્યો છે. વેટની ડ્યૂટી ઝીરો કરવા સાથે માછીમાર ભાઇઓને કહેવા માગું છું કે ખાસ બોટ પ્રોવાઇડ કરાશે.

જે માછીમારો મંડળી બનાવશે તેમને લોન, સબસિડી અપાશે જેનાથી નવી બોટ ખરીદી ડીપ સીમાં જઇને વધુ સારી ગુણવત્તાની માછલી પકડી શકશો.

સમુદ્ર તટ પર માછીમારો દ્વારા ખાતર બનાવવાનો ઉદ્યોગ વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]