પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં અમદાવાદી જીગીશ દોશી પ્રમુખ તરીકે ચૂંટાયા

અમદાવાદ-  વિશાખા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીગીશ દોશી પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશનની મેનેજીંગ કમિટી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે રવિશ કામથ અને જયેશ રાંભિયા પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશનના ખજાનચી તરીકે પસંદ થયા છે. જીગીષ દોશીએ કે. કે.સેકસરિયા પાસેથી હોદ્દો સંભાળ્યો છે.જીગીશ દોશી ટેકનોક્રેટ કેમિકલએન્જીનિયર છે અને પ્લાસ્ટીક ઉદ્યોગની વિવિધ ચીજોના ઉત્પાદનનો 34થી વધુ
વર્ષનો અનુભવ ધરાવે છે. તે જીએસપીએમએના ભૂતપૂર્વ પ્રમુખ (1994-95) હતાં અને વિશાખા ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પણ છે.

પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશન એ ભારતના ઓલ ઈન્ડિયા પ્લાસ્ટીક ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીના ટોચના 9 એસોસિએશન્સની મધ્યસ્થ સંસ્થા છે. ભારતનો પ્લાસ્ટીક ઉદ્યોગ દેશની તિજોરીમાં રૂ.2.70 હજાર કરોડનું યોગદાન આપે છે.
ભારતમાં વર્જીન જથ્થાં તરીકે પોલિમરના અંદાજે 17 થી 18 મિલિયન ટન જેટલા વપરાશ અને અંદાજે 27 મિલિયન ટન (વર્જીન પ્લસ રિપ્રોસેસ) મિશ્ર વપરાશમાં ઉપયોગ સાથે ભારતની જીડીપીમાં પ્રદાન કરનાર ટોચના 5 ઉદ્યોગોમાં સમાવેશ થાય છે.

જીગીષ દોશીએ જણાવ્યું હતું કે “ઉદ્યોગે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેબદલ હું આભારી છું. પ્લાસ્ટીક ઉદ્યોગની ગણના ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા ઉદ્યોગોમાં થાય છે, અને તે દેશ અને તેના નાગરિકોનું જીવન આસાન અને ફાઈલ ચિત્ર

પોસાય તેવું બનાવવામાં તેમજ રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવાનું કામ કરે છે. ઉદ્યોગ સામે અનેક પડકારો હોવા છતાં અમને વિશ્વાસ છે કે, તમામ સેગમેન્ટ અને સહયોગીઓની સામેલગીરી સાથે અનેક પડકારો પાર પાડીને પ્લાસ્ટીક ઉદ્યોગને જથ્થાત્મક રીતે અને ગુણાત્મક રીતે આગળ ધપાવીશું. અમારો મુખ્ય એજન્ડા ભારતમાં પ્લાસ્ટી ઉદ્યોગના વિકાસ માટે કામ કરવાનો છે અને તેને વિશ્વમાં વ્યાપક માન્યતા પૂરી પાડીને પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશનની સ્થિતિ બહેતર બનાવવાનો છે.”

આ ઉપરાંત અન્ય મેમ્બરોમાં રવિશ કામથ એ આ ઉદ્યોગના વધુ એક પીઢ આગેવાન છે અને તે પ્લાસ્ટીક ઉદ્યોગને બહેતર બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટસ ઉપર કામ કરી રહ્યાં છે. તો જયેશ રાંભિયાએ પ્લાસ્ટીકની વિવિધ ચીજો પર જીએસટી 28 થી 18 ટકા સુધી ઘટાડવામાં મહત્વની ભૂમિકા બજાવી છે. તેમણે પ્લાસ્ટીક ઉદ્યોગ ઉપર પ્રતિબંધની અસર ઘટાડવા માટે સક્રિયપણે કામ કર્યું છે.