પિતૃ તર્પણ: અમદાવાદમાં સતત 75 વર્ષથી ચાલતું શ્રાધ્ધક્ષેત્ર

અમદાવાદ – ભાદરવા મહિનામાં શ્રાધ્ધના દિવસોમાં પિતૃઓને યાદ કરી એમની તિથિ પ્રમાણે તર્પણ કરવામાં આવે છે. કેટલાક ભૂલાઇ ગયેલા પિતૃઓને પણ યાદ કરી ચોક્કસ તિથિએ યાદ કરી કાગવાસ નાખવામાં આવે છે.

હિંદુ ધર્મમાં વિજ્ઞાન અને દરેક જીવ પ્રત્યેની લાગણીઓ ઉત્સવો-તહેવારો, તિથિઓમાં જોવા મળે છે. જેમાં પ્રસંગોપાત ગાય, કૂતરા, કાગડા જેવા અનેક પશુ-પંખીને પણ ભોજન-ચણ મળી રહે છે.

પિતૃ તર્પણ શ્રાધ્ધમાં પણ અનેક જીવોને ખવડાવી પુણ્ય મેળવાનો ઉદ્દેશ્ય હોય છે.

અમદાવાદ શહેરમાં એક અનોખું શ્રાધ્ધક્ષેત્ર આવેલું છે. ગાંધી આશ્રમ પાસે સાબરમતીના ચંદ્રભાગા, દાંડી બ્રિજ પાસે 75 વર્ષેથી શ્રાધ્ધક્ષેત્ર ચાલે છે. કુંજ બિહારી પાંડેએ શરૂ કરેલા શ્રાધ્ધક્ષેત્રને તેમની ચોથી પેઢીએ કાર્યરત રાખ્યું છે.

ધર્મ, કુટુંબ અને સમાજના રીતરિવાજ મુજબ પોતાના પિતૃઓનું શ્રાધ્ધ, તર્પણ કરવાની પ્રથા-વિધિ આ સમાજ દ્વારા કરવામાં આવે છે.

કુંજ બિહારી શ્રાધ્ધક્ષેત્રમાં શ્રાધ્ધવિધિ કરાવા આવતા લોકો પાસે કોઇપણ પ્રકારની દાનદક્ષિણાની અપેક્ષા વગર નિરંતર ધાર્મિક પ્રક્રિયા ચાલી રહી છે.

આ વખતે પિતૃ પક્ષનો આરંભ 13 સપ્ટેંબરથી થયો છે અને 28 સપ્ટેંબર સુધી ચાલશે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]