આ ગામના વાલીઓએ ફીની બબાલથી બચવા કરી અનોખી પહેલ..

મોરબી-આજકાલ શાળાઓ ફીને લઇને વાલીઓ અને સંચાલકો વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીઓ એવાં પગલાં લેવા જઇ રહ્યાં છે કે જે વ્યવસ્થા પર દૂરોગામી અસરો જન્માવી શકે છે. વાત છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામની. જ્યાં ગ્રામજનોએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવશે.

આ ગામની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉંચુ આવતા અને  શિક્ષકોની સતત વાલીઓ સાથેના સંપર્ક બાદ ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે. સરકારી શાળાઓને સક્ષમ બનાવવા ઉપરાંત બાળકોને પોતાના જ ગામમાં સારું શિક્ષણ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.હાલ ટીકરની સરકારી સ્કૂલમાં ડિજિટલ ડેસ્કબોર્ડ, 16 રૂમ, 14 શિક્ષકો અને કુલ 490 જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. હવે નવી ટર્મથી ખાનગીશાળામાં અભ્યાસ કરતા ૧૨૫ જેટલા બાળકો પણ હવે ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરશે.

ટીકર ગામની જ સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ સામે ટકકર લે તેવી બનાવવા સરકારી સ્કૂલના શિક્ષકો, વાલીઓના સામૂહિક નિર્ણય સાથે નવી ટર્મથી ગામના દરેક બાળકો સરકારી શાળામાં જ અભ્યાસ કરશે તેવા નિર્ણયની અનોખી પહેલ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]