પાટીદાર નેતા હાર્દિક પટેલના વધુ 4 વીડિયો વાયરલ થયા

અમદાવાદ– પાટીદાર નેતા હાર્દિક પટેલના વધુ ચાર વિડિયો આજે બુધવારે સામે આવ્યા છે. કાલે પણ હાર્દિકનો કથિત વિડિયો બહાર આવ્યો હતો. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતાની જેમ દેખાતો હાર્દિક પટેલ બેડ પર બે પુરુષો અને એક મહિલા સાથે આરામ કરતો નજરે પડી રહ્યો છે. અને આ વિડિયોમાં તે મિત્રો સાથે દારૂ પી રહ્યો છે. જેમાંથી એક ક્લિપ પર ખાસ્સી ચર્ચા થઈ રહી છે. જેમાં તે તેના સાથી સાથે માથે મુંડન કરાવેલું છે. આ વિડિયો ત્યારનો છે, કે જ્યારે તેણે પાટીદાર આંદોલન પછી પોલીસ ફાયરિંગમાં કેટલાક યુવકો મૃત્યુ પામ્યા હતા, તેના વિરોધમાં સાથીઓ સાથે મુંડન કરાવ્યું હતું.બે દિવસ પહેલા હાર્દિક પટેલનો સેક્સ વિડિયો વાયરલ થયો હતો. તે સાથે એક જ બેડ પર બીજી વ્યક્તિ સાથે પાણી પીતો નજરે પડે છે. જો કે હાર્દિક પટેલ આ વીડિયો અંગે કહ્યું હતું કે હુ નામરદ નથી. જે પછી ઠેરઠેર હાર્દિક પટેલના પૂતળાંનું દહન થયું હતું.

તેમ જ હાર્દિક પટેલનું કહેવું છે કે આ ભાજપની ગંદી રાજનીતિ છે. 24 વર્ષીય પાટીદાર નેતાએ જણાવ્યું હતું કે હજી તો ગંદી રાજનીતિની શરૂઆત થઈ છે. તેમણે દાવો કર્યો હતો. ચૂંટણીમાં તેમને બદનામ કરવા માટે ભાજપ આવા વિડિયો લાવી રહી છે. અને વિડિયોની સાથે છેડછાડ પણ કરાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]