રાજ્યકક્ષાની અંડર-૧૭ મહિલા ફૂટબોલ સ્પર્ધામાં પાટણની ટીમ વિજેતા

પાટણઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ રાજ્યકક્ષાની બહેનો માટેની અંડર-૧૭ ફુટબોલ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની ટીમ વિજેતા બની હતી. હિંમતનગર સ્થિત સ્વામી વિવેકાનંદ જન શક્તિ સ્ટેડીયમ ખાતે તા.૧૦મી ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર દરમ્યાન  એસ.એ.જી.હિંમતનગર અને પાટણની ટીમ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી, જેમાં બે ગોલ કરી પાટણની ટીમે વિજય મેળવ્યો હતો.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધીકારીની કચેરી, સાબરકાંઠા દ્રારા યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંતર ઠાકોરે પોતાની ટીમને વિજેતા બનાવી પાટણને ગૌરવ અપાવ્યુ હતું. આ સ્પર્ધામાં અંતર ઠાકોર અને અલ્કા ઠાકોરે પાટણ માટે એક એક ગોલ ફટકાર્યા હતા. આ સ્પર્ધામાં માત્ર બે ગોલ પાટણની ટીમ દ્રારા થયા હતા. જેથી ટીમ પાટણને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પાટણ અને દ્વિતિય વિજેતા એસ.એ.જી. હિંમતનગરની ટીમ હતી. આ ટીમમોને મહાનુભવોના હસ્તે ટ્રોફી એનાત કરવામાં આવી અને ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.