ગાયની અડફેટે ચડ્યાં સાંસદ લીલાધર વાઘેલા, ICUમાં સારવાર

0
1823

ગાંધીનગર-ગુજરાતભરમાં રસ્તા પર મુક્તપણે ફરતી ગાયોનો મુદ્દો ઉકેલવો દરેક કોર્પોરેશન માટે લગભગ સમસ્યાજનક જ રહ્યો છે. નાગરિકોની બૂમરાણથી ક્યારેક ત્વરિત કાર્યવાહીના ભાગરુપે રસ્તા પરથી ગાયો હટાવવા ઝૂંબેશ પણ કરવામાં આવે છે. ત્યારે આ કાર્યમાં હવે વધુ તેજી આવી શકે છે કારણ કે સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લીધાં છે.

ફાઈલ ચિત્ર

મળતી માહિતી મુજબ સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગરમાં સેક્ટર 21માં આવેલા તેમના ઘરની બહાર જ ગાયે અડફેટે લીધાં હતાં. વાઘેલાને આ કારણે માથામાં ઈજા થઈ હતી અને તેમને સઘન સારવાર માટે ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. લીલાધર વાઘેલાની આઈસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.