કચ્છઃ અહીં ઝડપાઇ ગયો પાકિસ્તાની ઘૂસણખોર

ભૂજ- કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે. કચ્છ સરહદે બોર્ડર સીક્યૂરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં વધારવામાં આવેલાં પેટ્રોલિંગ દરમિયાન આજે સવારે એક બોટમાં બેસીને ભારતીય જળવિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલો પાકિસ્તાની નાગરિક બોટ સાથે પીલરનંબર 1170 પાસેથી ઝડપાઇ ગયો હતો.

સીમા સુરક્ષા દળોના જવાનોને હાથે ચડેલા પાકિસ્તાનીને ઝડપીને કોટેશ્વર લાવવામાં આવી રહ્યો છે. આપને જણાવીએ કે ઓપરેશન ઓલઆઉટને લઇને ગુજરાતની સરહદે પેટ્રોલિંગ સઘન બનાવાયું છે તે દરમિયાન ઘૂસણખોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]