પોલિસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જઇશું, આ છેલ્લી લડાઇ છેઃ હાર્દિકનો હૂંકાર

અમદાવાદ- શનિવારે મોડી સાંજે પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી. આમરણાંત ઉપવાસને લઇને યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અનામતની માગણી સાથે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની અગાઉ જ જાહેરાત થઇ ચૂકી છે.બેઠક પછી પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે.

બેઠક બાદ હાર્દિકનું નિવેદન

અમદાવાદના નિકોલમાં પાસ કન્વીનરોની પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં બેઠક

પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જઈ પરમિશન લેવાની ઉચ્ચારી ચીમકી

બેઠકમાં હાર્દિક પટેલ , નિખિલ સવાણી, ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત

સોમવારે પાસ નેતાઓ કલેક્ટરને આવેદન આપી ઉપવાસ પરમિશન આપવા અંગે કરશે રજૂઆત
રોજ 7 થી 8 તાલુકાના લોકો આવવાના છે

વ્યવસ્થાના ભાગરૂપે અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખીશું

આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમની મળશે બેઠક જેમાં ગુજરાત પાસ કોર ટીમના સભ્યો રહેશે ઉપસ્થિત

25મીના આમરણાંત ઉપવાસને લઈ ઘડાશે રણનીતિ, હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
પહેલા દિવસે ત્રણ વાગ્યે શરૂઆત કરીશું, મુંડન કરાવીશું, વાળ સરકારને મોકલીશું અને રોજ લોહીનું ટીપું મોકળીશું જો સરકાર માગશે તો

4 અને 5માં દિવસે 10-12 હજાર લોકો આવશે

જે દિવસથી જાહેરાત કરી ત્યારથી અનેક લોકોએ કહ્યું કે લડત સાચી ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે

હજી 28 દિવસ બાકી છે, હું અનેક લોકોને મળીશ, જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ

પ્રવીણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા છે,તે પણ આવે એવું લાગે છે
આ છેલ્લી લડાઈ છે,ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે

આશા રાખીએ એ.કે.સિંઘ સિંઘમની જેમ કામ કરી રહ્યાં છે.ન્યાયિક પ્રક્રિયામાં એ પણ સહકાર આપે

આમ તો બે વર્ષની સજા પડી ગઈ છે,આપની વચ્ચે હાજર પણ થઈ ગયો છું
લડાઈ લડવા વાળા ને બધું ભોગવવુ પડે છે
હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી
3 વર્ષ આખી લડાઈમાં થઈ ગયા,અનેક લોકોના મગજમાં પ્રશ્નો હશે
અનામત મળશે કે નહીં એ પ્રશ્ન અનેક લોકોને છે
કોઈ માણસ અત્યાર સુધી સત્તાને ગાળો આપે અને એ માણસ વિપક્ષમાં હોય અને એ માણસને ચાર કલાકમાં મંત્રીપદ આપે તો સમાજને હક્ક છે
આપણે અત્યાર સુધી ઘણું સહન કર્યું
ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝૂકાવવાનું હથિયાર મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે

આ વાતને વિચારીને ટીમમાં મૂકી અને લોકોએ વાતને સમર્થન આપ્યું
આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે
ઘણા લોકો જે ખેડૂત હતા એ નારાજ થયા,ખેડૂતોને પૂછ્યું તેમણે કહ્યું અનામત માંગો,સરકાર સામે માગો છો પણ અનામત કેમ માગો છો?
ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી
પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે
સાહેબની ભાષામાં કહું તો નિકોલ જોડે મારો જૂનો સબંધ છે
5-7 દિવસમાં સરકારને કઈક નિર્ણય લેવો પડશે
અમે મંજૂરી માગી છે આશા રાખીએ 4-5 દિવસમાં મળી જશે
તમામ લોકો સહકાર આપો
અમે એવી સ્થિતિમાં છીએ કે સામાન્ય કેસમાં બે વર્ષની સજા ઠોકી દીધી છે,રાજદ્રોહમાં કેટલા વરસની આપે એ મને ખબર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]