અમદાવાદઃ બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો યોજવામાં આવે છે. અમદાવાદની કેટલીક સંસ્થાઓ અને શાળામાં ગાંધી જયંતિની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સ્વચ્છતા પ્રેમી ગાંધીજી અને હાલની સ્વચ્છતા ઝૂંબેશને અનુલક્ષીને શહેર ના આર.સી. ટેકનિકલ રોડ પર આવેલ અક્ષર વિદ્યાલયના બાળકો દ્વારા શાળાના પ્રાંગણમાં જ નાટક ભજવવામાં આવ્યું હતું. સાથે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સામાન્ય સમજ પણ આપવામાં આવી હતી.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]