રાજ્યમાં આટલાં બધાં ગુનેગારો ફરાર, ઝડપી લેવા સીએમનો છૂટ્યો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં 21 હજારથી વધુ નાસતા ફરતા આરોપીઓને સઘન ઝૂંબેશ હાથ ધરીને પકડીપાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચના આપી છે.

નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હાલની વ્યવસ્થામાં એસ.પી, એલ સી બી, આર આર સ્કવોર્ડ, એ ટી એસ અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઈલ લોકેશન સી સી ટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.

આ કામગીરીની રાજ્યના ડી.જી.પી કક્ષાએ ત્રિમાસિક સમીક્ષા પણ હાથ ધરવાની સુચના મુખ્યપ્રધાને આપી છે. ગુજરાતમાં નાગરિક જન જીવન શાંતિ અને સલામતી પૂર્ણ રહે તેવી સંવેદનશીલતા સાથે મુખ્યપ્રધાન રુપાણીએ આ  નિર્ણય કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]