હવેથી ગુજરાત પોલ્યુશન બોર્ડ અને GIDCની તમામ મંજૂરીઓ મળશે ઓનલાઈન

ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે ગુજરાત પોલ્યુશન બોર્ડ અને જીઆઇડીસીમાં તમામ પ્રકારની મંજૂરી હવેથી ઓનલાઈન મળશે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આખરે આવો નિર્ણય કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારોની સહુલિયત માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને GIDCને તમામ પરવાનગી ઓનલાઈન કરવાનું આહ્વાન કર્યું છે.

તેમણે ગુજરાતને હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસ તરફ લઇ જવા ઉદ્યોગકારોને વધુ સુવિધાઓ આપવા 12 જેટલી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. અત્રે નોંધનીય છે કે આ બંને ખાતાઓમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે.

સરકારને અનેક ફરિયાદો પણ મળી છે. પરંતુ ભ્રષ્ટાચારના મુળિયા ખૂબ જ ઊંડા હોવાથી સરકાર તેમને અટકાવી શકતી નથી. નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તેમને જોઈતી વિવિધ પ્રકારની મંજુરી વિના અવરોધે અને સરળતાથી મળી જાય તે માટે મંજૂરી માટેની પ્રક્રિયાઓ ઓનલાઇન કરાશે. આ નિર્ણયથી બંને ખાતાઓમાં ચાલતો ભ્રષ્ટાચાર હવે અટકશે.

મુખ્યપ્રધાને કરેલી જાહેરાતો આ પ્રમાણે છે:

GPCB  દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે. EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો  સમય  લાગતો હતો.  રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ” ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. રાજ્યમાં દર વર્ષે આશરે લગભગ ૧,૦૦૦ ઉદ્યોગોને સીધો લાભ મળશે. અને આશરે ૧૦,૦૦૦ લોકોને વહેલી રોજગારી મળશે.

રાજય સરકારની આ યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે. આ યોજનાથી ૭૦૦ ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થનાર છે. જેનાથી રૂ.૨૦૦૦-૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ વહેલું થનાર છે. આશરે ૫૦ હજાર લોકોને સીધી રોજગારી મળશે.

GPCB  દ્વારા પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો પાસેથી બેન્ક ગેરંટી લઈને જપ્ત કરવામાં આવેલ છે. આ એકઠી થયેલ લગભગ રૂ.૧૫ કરોડ રકમનો પર્યાવરણના સુધારા માટે ઉપયોગ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા નવી ટેકનોલોજી લાવનારને મળશે.

GPCB  દ્વારા સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલની અરજીના નિર્ણયનો સમયગાળો ૪૫ દિવસ થી ઘટાડી ૩૦ દિવસ કરવામાં આવ્યો છે. રાજયમાં વાર્ષિક આશરે ૫,૦૦૦ એકમોને સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલ આપવામાં છે.

GPCB  દ્વારા ઉદ્યોગોને ૦૫, ૦૭ અને ૧૦ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવે છે. આ નીતિથી ઉદ્યોગને ૫, ૧૦, અને ૧૫ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવશે. જેથી ઉદ્યોગને વારંવાર મંજુરી લેવા આવવું ના પડે.

વેરાવળથી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક ગંદાપાણીના Deep Sea Discharge માટે રૂ.૫,૫૦૦ કરોડની સંકલિત યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ઘોષિત કરવામાં આવશે.

GIDC  દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટના ઉ૫યોગની સમય મર્યાદા ૩ વર્ષ, ૪ વર્ષ અને ૫ વર્ષ હતી. જેને હવે ૧,૦૦,૦૦૦ ચો.મી.સુઘીના એકમો માટે ૪ વર્ષ વ૫રાશ/ ઉ૫યોગની સમયમર્યાદા આ૫વામાં આવનાર છે. આ ઉ૫રાંત ૩૦૦૦ ચો.મી. સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ફાળવણીદારોને બેલેન્સ કેપિટલમાં ૩% રીબેટ આ૫વામાં આવશે.