આઈઆઈએમ દ્વારા વંચિત બાળકો સાથે વિજય દિવસની ઉજવણી

અમદાવાદ- વીસમા વિજય દિવસની અમદાવાદ આઈઆઈએમની સંસ્થા પ્રયાસ દ્વારા વંચિત બાળકો સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં સેના, નૌસેના ને એરફોર્સના અધિકારીઓની હાજરીમાં આર્મ્ડ ફોર્સિસ પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ બાળકો સાથે ઉજવણી કરી હતી. આ આયોજનનો હેતુ વંચિત બાળકોને પ્રોત્સાહિત કરવાનો હતો.

આ ઉપક્રમમાં માટીના પૂતળા બનાવવાથી લઈ વક્તૃત્વ, ક્વિઝ, ડોક્યુમેન્ટરીઝ દર્શાવવા સુધીના આયોજનો હતાં. જેમાં પાંચથી અઢાર વર્ષના બાળકો જોડાયા હતા. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એ હતો. આર્મ્ડ ફોર્સિસ પ્રોગ્રામના સભ્યો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરતા વકતવ્યો અપાયા ને અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]