રાજકોટમાં પ્રતિબંધના પ્રથમ દિવસે 30 હજાર પાણીના પાઉચ જપ્ત કરાયા

રાજકોટ– રાજકોટમાં આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેનું ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આજે મંગળવારે આરોગ્ય વિભાગે રાજકોટમાંથી 30 હજાર કરતાં વધુ પાણીના પાઉચ જપ્ત કર્યા હતા.આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાં અલગઅલગ જગ્યાએ જઈને દરોડા પાડ્યા હતા, અને પ્રતિબંધના પ્રથમ દિવસે જ 30 હજારથી વધુ પાણીના પાઉચ જપ્ત કર્યા હતા અને વેપારીઓને જાહેરનામાનો તાત્કાલિક અસરથી અમલ કરવા સુચના આપવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણના એક દિવસ પહેલા રાજકોટના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે પ્લાસ્ટિકના પાઉચ વેચવા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. જે પ્રતિબંધનો અમલ મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પણ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે અપીલ કરી છે.