વિશ્વસ્તરે વધુ એક નવા ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો…

અમદાવાદ– ગુજરાતીઓ સારુ કમાઈ જાણે પણ રમતગમતનું ગજું નહીં તેમ કહેવું હવે વધુ મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાતના ખેલાડીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આપણાં દેશને, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

જામનગર ગુજરાતના તોફીક જુનેજાને ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલ ઓલમ્પિયા એમેચ્યોર-ઈન્ડિયા કોન્ટેસ્ટની પુરુષોની ફીઝીક કેટેગરીમાં સિલ્વર મેડલપ્રાપ્ત થયો છે. આ રમતગમત સ્પર્ધામાં એશિયાના 48 દેશો ભાગ લઈ રહ્યાં હતાં.કચ્છના પ્રિયા સોઢીને મહિલાઓની ફીગર કેગેટરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.

ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આ બંને ખેલાડીઓએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે.આ મહિલા અને પુરૂષ ખેલાડીએ પ્રથમવાર ઈન્ટરનેશનલ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે.તોફીક જુનેજા અને પ્રિયા સોઢી બંનેનું કોચીંગ ઉમેશ મોહીતે અને અલીફ્યા મોહીતે કર્યું છે, જે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી આ ક્ષેત્રે પ્રસિધ્ધ પ્રોફેશનલ્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]