કોલાબોરેટિવ ઈનોવેશન કોન્ફરન્સ, શીર્ષસ્થ નિષ્ણાતોની પરિવર્તન મુદ્દે સઘન વિચારણા

અમદાવાદઃ કેમ્બ્રિજ-હેડક્વાટર્ડ o2h દ્વારા શહેરમાં સતત બીજા વર્ષે કોલાબોરેટિવ ઈનોવેશન કોન્ફરન્સ આજે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને સામાજિક સાહસમાં સહયોગી નવીનીકરણને ઉત્તેજન આપવા અને પરંપરાગત ડિલેનેશન પરના નિષ્ણાતોના અભિપ્રાયને આત્મસાત કરવા ધારદાર સંવાદ થયો હતો.

અમદાવાદમાંના નિર્ભય સંશોધકોના મજબૂત સમુદાયો માટે માળખું ઊભું કરવાના આશયથી ઓ2એચ દ્વારા કોન્ફરન્સ યોજાઈ હતી. બહુવિધ ઈકોસિસ્ટમ અને સમુદાયો પરિવર્તનના પરિબળમાં સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે ભારત માટે જે શક્ય છે એવી નવીનતા માટે સમૃધ્ધ સંભવિતતા મેળવવા માટે આજે વિચારણા કરાઈ હતી. કોન્ફરન્સમાં ટોચના વિજ્ઞાનીકો, ટેક્નોલોજી મહારથીઓ, અધિકારીઓ, અભ્યાસુઓ, રોકાણકારો, કાયદાવિદો અને વેપારીઓ હાજર રહ્યા હતા અને સામાજિક અસરના પરિવર્તન અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ઓ2એચ વેન્ચર્સ, કેમ્બ્રિજ-યુકેના ડિરેક્ટર પ્રશાંત શાહે જણાવ્યું હતું કે, અમે ઓ2એચમાં નવા ઈનોવેશન્સ માટે તમામ તરફથી વિચારો મેળવવા સહયોગ લઈને કામ કરવામાં માનીએ છીએ. અમે વૈશ્વિક સમુદાયમાં સહયોગ ઊભો કરવામાં ભૂમિકા નિભાવવા માટે કૃતનિશ્ચયી છીએ, કે જેની અમને આશા છે કે અમને અમારા ઈનોવેશનના પ્રેમ પ્રત્યે વધુ નજીક લાવવામાં આ ઈકોસિસ્ટમ પ્રોત્સાહક પુરવાર થશે.

ઈનોવેશન ઈન એક્શન પરનો કેસ સ્ટડી શેર કરવા દરમિયાન માર્ક સ્લાસ્કીએ ઈનોવેશનમાં સંસ્થાકીય સંસ્કૃતિ કઈ રીતે ભૂમિકા ભજવે છે તેના પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે “ તમે સંશોધન કરવા માગતો હો તો તમારે વિઝન નિર્ધારિત કરવું જોઈએ. તમારે તમારી શક્તિઓ પર કામ કરવું જોઈએ અને સાંભળવું તથા શિખવું જોઈએ. એથી પણ વધુ જવાબદારી માટેની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. ઈનોવેશનના મુક્ત વાતાવરણ માટે તમારો દ્રષ્ટીકોણ, આયોજન તથા માનસિકતા સ્પષ્ટ હોવા જોઈએ. તમારે નિષ્ફળતાઓમાંથી શિખવું જોઈએ. દરેક લોકો જુદા છે અને આપણે જ્ઞાન મેળવવું જોઈએ તથા તેને સ્વિકારવું જોઈએ.”

અને હવે પછી આપણે શું ઈચ્છીએ છીએ તથા તેનો આપણા માટે વ્યક્તિગત, કંપનીઓની, ઈન્ડસ્ટ્રી અને અર્થતંત્રની દ્રષ્ટીએ શો અર્થ છે તેના પર પેનલ ડિસ્કશનમાં નિલેષ મોદીએ કહ્યું કે, “આપણે એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ અને આ ક્ષેત્રે ઘણું રસપ્રદ કામ થઈ રહ્યું છે. એમાં હંમેશા નિયમનકારી ચિંતાઓ હોય છે. ઉત્પાદક અને ઉપભોક્તા બન્ને જવાબદાર બને તે જરૂરી છે. મારું માનવું છે કે એઆઈ હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. બૌધ્ધિક આકરણી અને ચકાસણીની બાબતને વધુ સુગમ બનાવી શકે છે. મારૂં માનવું છે કે ટેક્નોલોજી માનવીમાંથી શ્રેષ્ઠ બહાર લાવી શકે છે અને મશીન માનવીનું સ્થાન લઈ ન શકે. એઆઈના હસ્તક્ષેપ છતાં માનવીઓનું કામ જળવાઈ જ રહેશે.”

સ્વિડનથી બોલિવૂડની યાત્રા અંગે બોલતાં એલી અવરરામે કહ્યું કે, “ હું પાંચ વર્ષની વયે બોલિવૂડના પ્રેમમાં પડી હતી. હું હંમેશા ઈચ્છતી હતી કે હું બોલિવૂડમાં જ રહું. મેં સ્વિડનમાં બોલિવૂડનો ડાન્સ શિખવાનો શરૂ કર્યો અને પછી હિંદી શિખવાનું શરૂં કર્યું. મારા પિતા ગ્રીક હતા અને મારી માતા સ્વિડીશ હતી. આ પૃષ્ઠભૂમિથી મને અન્ય સંસ્કૃતિ શિખવામાં મદદ મળી હતી. મને શરૂઆતમાં નકારવામાં આવી પરંતુ મેં મારી જાતમાં વિશ્વાસ રાખ્યો અને ભારે પરિશ્રમ ચાલુ રાખ્યો. આજે, હું મારા સ્પપ્નોમાં જીવી રહી છું.”

o2h વિજ્ઞાન, ટેક્નોલોજી અને સામાજિક સાહસમાં નવા વિચારોના બીજ રોપે છે. અમે સીમાઓ પાર કામ કરે છે અને નવીનતા માટે સહયોગી અને શેર કરાયેલા અભિગમ લઈએ છીએ, અને તેથી અમે આ વિચારોને જીવનમાં લાવવા માટે સહ-રોકાણ, સહ-રચના અને સહ-અમલ કરીએ છીએ. અમે ઓ2એચ ને 6 સિમ્બાયોટિક વર્ટિકલ્સ, o2h વેન્ચર્સ, o2h ડિસ્કવરી, ઓ 2 થેરાપ્યુટીક્સ, o2h ટેકનોલોજી, o2h સહ-કાર્ય, અને o2h સમુદાયમાં ગોઠવ્યું છે. o2h ભારતના અમદાવાદ અને યુકેના કેમ્બ્રિજમાં સહસ્થાપિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]