હવે વાહન ચાલકો માટે લાયસન્સ કઢાવવું થશે સરળ…

ગાંધીનગરઃ ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. ગુજરાતના વાહનચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાય ત્યારે ગીયરવાળા વાહનોમાં સૌથી મોટી તકલીફો પડતી હતી. પરંતુ રાજ્યના વાહનચાલકો માટે આજે વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે.

હવે રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે. એટલે કે, તમે લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમારી પાસે ગીયરવાળી ગાડી નહીં હોય તો પણ ચાલશે, તેના બદલામાં તમારે ઓટોમેટિગ કારનો ઉપયોગ કરી શકાશે.

રાજ્યના પરિવહન વિભાગે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો સમાવેશ કરીને સૌથી મોટી જાહેરાત કરી છે. જેના કારણે હવે ઓટોમેટિક ગિયરવાળી કાર વડે હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, તેમાં તમને હવે કોઇ રોકી નહીં શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ દ્વારા જે ટેસ્ટ લેવામાં આવતો હતો, ત્યારે ગીયરવાળી કારનો ઉપયોગ કરવામાં આવતો હતો, ઓટો કારનો સમાવેશ નહોતો થતો, પરંતુ હાલ પરિવહન વિભાગે મોટી જાહેરાત કરીને નાગરિકોને ખુશખબરી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]