હવે અમદાવાદની સરહદ 70 કિ.મી જેટલી વધી જશે

અમદાવાદઃ અમદાવાદ શહેરનો વ્યાપ તેજ ગતીથી વધી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોપલ-ઘુમાને હવે અમદાવાદ મહાનગર પાલિકાની સરહદમાં સમાવી લેવામાં આવશે. નવા સીમાંકનને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. આનાથી હવે અમદાવાદનો વિસ્તાર 70 કિલોમીટરથી વધારે વધી જશે. અત્યારસુધી 50 ગામડાઓ અમદાવાદ શહેરમાં સમાવિષ્ઠ થઈ ચૂક્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટે જણાવ્યું કે અત્યારે ફહેરનો વ્યાપ 464 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં છે. નવા સીમાંકન માટે રાજ્ય સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તે વધીને 500 થી વધારે વર્ગ કિલોમીટર સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે નવા સીમાંકનમાં તેજીથી વિકસિત થઈ રહેલા બોપલ-ઘુમા સીવાય નાના ચિલોડા, કઠવાડા, ઝુંડાલ, કોટેશ્વર, ભાટ ગામ, અમીયાપુર ગામ, રિંગરોડ પાસે આવતા ખોરજ ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ, સુઘડ ગામનો પણ સમાવેશ થઈ જશે.

તેમના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રોના મહાનગરપાલિકામાં શામિલ થવાથી અહીંયાની પ્રાથમિક સમસ્યાઓનું સમાધાન આવશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ બેઠકમાં શહેરના નવા સીમાંકન પ્રસ્તાવને પારિત કર્યા બાદ હવે આને રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ આ મામલે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપનું છેલ્લા 15 વર્ષથી શાસન છે. વિપક્ષ કોંગ્રેસનો આરોપ છે કે 15 વર્ષથી શાસન મહાનગરપાલિકામાં ભાજપાના શાસનથી રાજ્યની જનતાની હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. લોકોને હજી પણ ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. ગટરની સુવિધાનો અભાવ છે. રોડ-રસ્તાની હાલત ખરાબ છે. દરેક જગ્યાએ ગંદકી ફેલાયેલી છે. 2020 માં મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની છે. ભાજપની હાર આ વખતે નિશ્ચિત લાગી રહી છે. એટલા માટે ભાજપ અમદાવાદ શહેરનું સિમાંકન કરીને રાજનૈતિક ફાયદો ઉઠાવવાનું કામ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]