જાણો નિપાહ વાયરસઃ મહામારી સંદર્ભે એલર્ટ જાહેર, હેલ્પલાઇન શરુ

ગાંધીનગર- કેરળમાં ફેલાયેલ નિપાહ વાયરસમાં મોતનો વધી રહેલો આંક તેમ જ ભૂતકાળમાં અન્યત્ર થયેલાં મોત જોતાં આરોગ્યવિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ આરોગ્યવિભાગે એલર્ટ જાહેર કરી તકેદારીના પગલાં લેવા શરુ કર્યાં છે. જે જગ્યાઓ પર મોટીસંખ્યામાં ચામાચીડિયા હોય ત્યાં પશુપાલન વિભાગ દ્વારા કૂવા અને ઝાડ પર જાળ લગાવવામાં આવી રહી છે.હેલ્પલાઇન નંબર જાહેર
નિપાહ વાઇરસને લઈને રાજય સરકાર દ્વારા એલર્ટ અપાયું છે. તબીબો સહિત જિલ્લા કલેકટરને સૂચના આપવામાં આવી છે.  હોસ્પિટલ્સમાં આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા પણ સૂચના આપી છે. રાજય સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો. નિપાહના કેસમાં 9727723301 નંબર પર સ્ટેટ નોડલ ઑફિસરનો સમ્પર્ક કરી શકાશે.

ભૂતકાળમાં નિપાહ વાયરસ 1998-99માં મલેશિયામાં જોવા મળ્યો હતો. જેમાં આશરે 257 જેટલા કેસ નોંધાયા હતા. જે પેકી 105 જેટલાં લોકોનાં મોત થયા હતા. તે બાદ બાંગ્લાદેશ અને સિંગાપુરમાં પણ જોવા મળ્યો હતો.  બાંગ્લાદેશમાં 2013માં નોંધાયેલા 24 કેસ પૈરી 21ના મોત થયા હતા. આમ આ રોગનો મૃત્યદર ઘણો ઉંચો છે. ભારતમાં સૌપ્રથમ આ રોગ સિલીગુડીમાં 2001માં નોંધાયો હતો.ચેપ આ રીતે લાગે છે

નિપાહ વાઇરસનો ચેપ મુખ્યત્વે ચામાચીડિયાથી કે ભૂંડના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ચામાચીડિયા આ વાઇરસના કુદરતી આશ્રયસ્થાન છે. આ વાઇરસ તેના પેશાબ, મળ, લાળ તથા ઉત્સગિંક પ્રવાહીમાં જોવા મળે છે. જેના સંપર્કમાં આવવાથી ડુક્કર ચેપગ્રસ્ત થાય છે.  નિપાહ વાઇરસના સંપર્કમા આવેલી વ્યક્તિ પણ આ રોગનો ભોગ બને છે.

તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સુસ્તી, માનસિક અસ્વસ્થતા, ખેંચ અને કોમા વગેરે મુખ્ય છે. આ રોગના લક્ષણો 5થી 14 દિવસ પછી જોવા મળે છે.આ વાઇરસ ફળફૂલથી પણ ફેલાય છે અને તે કોઇ માનવના સંસર્ગમાં આવતાં આગળ ફેલાય છે.

નિપાહની અસરગ્રસ્ત કેટલાક કેસોમાં દર્દી 24થી 48 કલાકમાં કોમામાં જતો રહે છે.  આ વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક 75 ટકા જેટલો હાઇરિસ્ક છે