કરવેરાના 20,000થી વધુ વિવાદી પડતર કેસ માટે નવી સમાધાન યોજના

અમદાવાદ- નાણાંપ્રધાન નિતીન પટેલે બજેટ રજૂ કર્યું છે, જેમાં બજેટની જોગવાઈ વાંચ્યા પછી છેલ્લે ખ ભાગનું વાંચન કર્યું હતું. જે મુજબ ઔદ્યોગિત એકમોના વીજકરમાં વધારો કર્યો અને સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં વધારો કર્યો, તેમ જ 20,000થી વધુ વિવાદી પડતર કેસો માટે નવી સમાધાન યોજના જાહેર કરી છે.
–     સ્વ ઉત્પાદિત કેપ્ટિવ વીજ વપરાશ કરતાં ઔદ્યોગિક એકમો પાસેથી લેવાતા વીજ કર યુનિટ દીઠ 55 પૈસાથી વધારીને 70 પૈસા કરાયો
–     વીજકરના વધારાથી રાજ્યને વધુ રૂપિયા 270 કરોડની આવક થશે
–     સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્યૂટી 20 રૂપિયાથી વધારીને રૂપિયા 50 કરાઈ
–     દત્તકપત્ર, લગ્ન નોંધણી અને ભાગીદારી લેખને લગતા સ્ટેમ્પ ડ્યૂટી દર રૂપિયા 100થી વધારીને 200 કરાયા
–     ફિક્સ રકમવાળા લેખો ઉપર સ્ટેમ્પ ડ્યૂટી દર રૂપિયા 100થી વધારીને રૂપિયા 300 કરાયો
–     સ્ટેમ્પ ડ્યૂટીના વધારાથી વાર્ષિક રૂપિયા 160 કરોડની આવક થશે
–     વેચાણ વેરો, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, સુગરકેન પરચેઝ ટેક્સ અને કેન્દ્રીય વેચાણ વેરાના રૂપિયા 20,000થી વધુ પડતર કેસ છે.

આ પડતર કેસો માટે રાજ્ય સરકારે સમાધાન યોજના જાહેર કરી છે. જેમાં વ્યાજ અને દંડની જોગવાઈમાં રાહતો અપાશે.

બજેટ રજૂ થયા પછી વીજ કર અને સ્ટેમ્પ ડ્યૂટીના વધારા પછી વર્ષ 2019-20ને અંતે બજેટની એકંદરે પુરાંત રૂપિયા 572.12 કરોડ રહેવાનો અદાંજ મુકાયો છે.