ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે એરમાર્શલ ધીરની એડવાઈઝર તરીકે નિયુક્તિ થઈ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ગાંધીનગર સ્થિત એર ઓફિસર ઇન કમાન્ડિંગ એરમાર્શલ રવીન્દ્રકુમાર ધીરની ગુજરાત સરકારના ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એડવાઇઝર તરીકે નિમણૂક કરી છે.

(ફાઈલ તસવીર)

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સેકટરનો વ્યાપ વધી રહ્યો છે તે સંદર્ભમાં ભારતીય વાયુ સેનાના આ એર માર્શલની તજજ્ઞતા અને અનુભવ તેમજ જ્ઞાનનો રાજ્યના આવા ઊદ્યોગોને લાભ મળે તે હેતુથી મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ નિર્ણય કર્યો છે.

એરમાર્શલ રવીન્દ્રકુમાર ધીરની નિયુકિત ગુજરાત સરકારના ડિફેન્સ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એડવાઇઝર તરીકે ૧ ઓકટોબર-ર૦૧૮થી અમલમાં આવે તે રીતે કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]