વરસાદના વિઘ્નની ચિંતા વચ્ચે નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદ: નવરાત્રિ મહોત્સવ 2019 ને હવે ગણતરીના કલાકો જ બાકી છે..ત્યારે વરસાદ વિઘ્ન બને એવા સંકેતો દેખાઇ રહ્યા છે. આકાશમાં સતત ઘેરાયેલા રહેતા વાદળો અને હવામાન ખાતાની આગાહીઓ થી આયોજકો અને ગરબા રમતાં રસિયાઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા જીએમડીસી નજીકના ખુલ્લા મેદાનમાં દર વર્ષે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા રાસ-ગરબાનું આયોજન થાય છે.

આ વખતે જુદા જુદા થીમ પેવેલિયન, સ્ટેજ, વિવિધ પ્રતિકૃતિ દર્શાવતા દરવાજા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પરંતુ આ રાસ-ગરબાની મેગા ઇવેન્ટ પર કામ કરતાં લોકોને આગામી દિવસોમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ…એની ચિંતા સતાવી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)