અમદાવાદમાં નેશનલ રીસર્ચ કોન્ફરન્સ, 40 સંશોધન પેપર રજૂ થશે

અમદાવાદ- એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગમાં 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની રીસર્ચ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાંથી ૪૦થી વધુ સંશોધક પેપર રજૂ થશે.આ રીસર્ચ કોન્ફરન્સમાં કલાઉડ કોમ્પ્યુટિંગ બિગ ડેટાસિકયોરિટી ,મશીન લર્નિંગ, ઇમેજ પ્રોસેસિંગ અને આઈઓટી જેવા સાંપ્રત રીસર્ચ વિષયમાં પોતાનું અદ્યતન સંશોધન રજૂ કરશે. આ રિસર્ચ કોન્ફરન્સમાં આખા દેશમાંથી  એમિટી  સ્કૂલ- ઉત્તર પ્રદેશટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ– આંધ્ર પ્રદેશ ગુજરાતમાં રાજકોટ મોડાસા ભાવનગર એમ અલગઅલગ ઇજનેરી કોલેજમાંથી રિસર્ચ પેપર રજૂ થશે.

આ કોન્ફરન્સમાં મગફળીના પાકનું કેટલું ઉત્પાદન થશેસોશિઅલ મીડિયાને કેવી રીતે સિકયોર કરી શકાય એવા અલગ અલગ સામાજિક અને અર્થતંત્રને લગતા પેપર રજૂ થશે કોન્ફરન્સ માંઇન્ડિયન સાઇન લેન્ગવેજ (મુકબધિર માટે)ખોટી રીતે પાર્ક થયેલ વાહન કેવી રીતે શોધવું તે માટે વપરાતી  ટેકનિકોનું એનાલિસિસ એવા ભિન્ન વિષયો પર સર્વે પેપર પણ રજૂ થશે

આ કોન્ફરન્સનું આયોજન નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણગાંધીનગરના વડપણ હેઠળ એલ.ડી. એલ્યૂમની એસોસિએશન અને ગુજકોસ્ટગાંધીનગરના સહયોગથી કરાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]