ભાજપને ઓછું સંખ્યાબળ રાજ્યસભામાં મોટું નુકસાન કરાવશે

ભાજપ આ વખતની રાજ્યસભા ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી નહીં શકે. એપ્રિલમાં ભાજપના ચાર રાજ્યસભા સાંસદ નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમાંથી ભાજપ હવે બે બેઠક જ મેળવી શકશે. અન્ય બે બેઠક વધેલા સંખ્યાબળ સાથે વિધાનસભામાં બેસનાર કોંગ્રેસને ફાળે જશે. 

જે સભ્ય નિવૃત્ત થઇ રહ્યાં છે તેમાં કેન્દ્રીયપ્રધાન અરુણ જેટલી, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને શંકર વેગડ છે. હાલ ગુજરાતના 11 સભ્યોમાંથી 9 ભાજપના છે. તેમાં હવે 7 થઇ જશે.

જોકે યુપી અને મહારાષ્ટ્રમાંથી કુલ 9 બેઠક મળશે. હિમાચલપ્રદેશના રાજ્યસભાના સાંસદ જે પી નડ્ડા પણ નિવૃત્ત થશે પરંતુ રાજ્યમાં મળેલી ભારે જીતને કારણે બેઠક બચાવી શકાશે. આ કારણોથી આવતા વર્ષે એનડીએની રાજ્યસભા સાંસદોની સંખ્યા 84થી વધી 100 થશે. 

સતત ચાર દાયકાથી ગુજરાતમાં કોઇપણ સરકાર 100થી ઓછાં ધારાસભ્યોવાળી બની નથી પણ 1975 પછી પહેલીવાર ગુજરાતમાં સોથી નીચે, 99 સભ્યસંખ્યાની સરકાર બનશે