નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, જળ સંકટ થશે દૂર

નર્મદાઃ રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક મેઘરાજા મનમુકીને વરસ્યા છે તો ક્યાંક માત્ર સામાન્ય વરસાદ થયો છે. ત્યારે રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદાના ડેમની જળ સપાટીમાં વધારો થવાથી રાજ્ય પર તોળાઈ રહેલા જળ સંકટમાં રાહત રાહત પ્રાપ્ત થઈ છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી અત્યારે કુલ 8840 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. ત્યારે અત્યારે ડેમની સપાટી 108.43 મીટર પર પહોંચી છે.

ડેમની સપાટી 110 મીટર સુધી જ્યારે પહોંચી જશે ત્યારે ડેમના પાવર હાઉસને ચાલુ કરવામાં આવશે. તો સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક વધતા સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. અત્યારે હાલ ડેમમાં માં 3391.10 MCM  જેટલો પાણીનો જથ્થો છે. અત્યારે હાલ મેઈન કેનાલમાં 1236 ક્યુસેક પાણી IBPT માંથી છોડવામાં આવી રહ્યું છે.