સૂરતઃ નારાયણ સાંઈ રેપ કેસમાં ફરિયાદી પક્ષની દલીલો પૂર્ણ, 10 મેએ આગામી સુનાવણી

સૂરતઃ રેપ કેસમાં આસારામને સજા થઇ ગયાં બાદ આજે સૂરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ પર કરેલા રેપ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો.. આ સુનાવણી ગઇકાલે બુધવારે નિયત થઇ હતી પરંતુ સુરક્ષાના કારણોસર પોલિસે કોર્ટને કરેલી અરજીને લઇને નારાયણ સાંઇને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવાની અનુમતિ આપવામાં આવી હતી.બળાત્કારના કેસમાં ગુરુવારે સૂરતની કોર્ટમાં નારાયણ સાંઇને રજૂ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફની દલીલો પૂર્ણ થઈ ગઈ છે, હવે કોર્ટમાં બચાવપક્ષ એટલે કે નારાયણ સાંઈ તરફથી દલીલો કરવામાં આવશે બાદમાં આ કેસનો ચૂકાદો આવશે. કોર્ટે આગામી સુનાવણી 10મી મેએ નક્કી કરી છે.

સૂરતની લાજપોર જેલમાં ચાર વર્ષથી બંધ છે. આસારામ અને નારાયણ સાંઇ બંને વિરુદ્ધ બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે તેમાં મોટી બહેને આસારામ ઉપર અને નાની બહેને નારાયણ સાંઇ પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. આ કેસ લગભગ 10 વર્ષ જૂનો છે. પોલિસે બંને બહેનોના બયાન અને લોકેશન પર મળેલાં પુરાવાઓના આધારે કેસ નોંધ્યો હતો. આ કેસમાં નારાયણ સાંઇને ઝડપવા માટે પોલિસે 58 ટીમ કામે લગાડી હતી. એફઆઈઆર નોંધાયા બાદ નારાયણ સાંઇ બે માસ બાદ હરિયાણા-દિલ્હી સીમા પાસે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે એક શીખ વ્યક્તિના વેશમાં રહેતો હતો.

નારાયણ સાંઈએ ધરપકડથી બચવા 13 કરોડ રુપિયાની લાંચ આપવાની કોશિશ પણ કરી હતી. અને લાંચ લેવાના આરોપમાં એક પોલિસ ઇન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. બળાત્કારની ઘટના બાદ નારાયણ સાંઇએ પોલિસને લાંચ આપવાનો કેસ પણ નારાયણ સાંઇ પર નોંધાયો છે.

બુધવારે આસારામને જોધપુર કોર્ટમાં સંભળાવાયેલી સજા પછી બંને બહેનોને પણ પોતાને ન્યાય મળવાની ઉમ્મીદ છે