મુંબઈની શાકાહારી પિત્ઝા ચેઈન ‘જૂનોઝ પિત્ઝા’એ અમદાવાદમાં પ્રથમ આઉટલેટ શરુ કર્યો

અમદાવાદ- મુંબઈની સૌથી મોટી શાકાહારી પિત્ઝા ચેઈન ‘જૂનોઝ પિત્ઝા’એ અમદાવાદમાં પ્રથમ ઇક્વિટી આઉટલેટ શરુ કર્યો છે. આ અધિકૃત પિત્ઝા ચેઈન  જૈન વિકલ્પ પણ પૂરો પાડે છે , નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં  40 થી 50 સ્ટોર શરૂ કરશે.

અમદાવાદના ફાસ્ટ ફૂડ અને ફૂડ પ્રોસેસિંગ માર્કેટમાં તાજેતરમાં ઝડપી વૃધ્ધિ જોવા મળી રહી છે અને આ ક્ષેત્રની મોટી કંપનીઓ  આ તકનો લાભ લેવા માટે ગુજરાતમાં પ્રવેશી છે. ગુજરાતમાં રહેલી તકનો લાભ લેવા મુંબઈની સૌથી મોટી શાકાહારી પિત્ઝા ચેઈન જુનોઝ પિત્ઝાએ આજે  અમદાવાદમાં  તેના પ્રથમ આઉટલેટનો પ્રારંભ કર્યો છે.

અમદાવાદનો એવાં 6 મીની મેટ્રોમાં સમાવેશ થાય છે (અન્ય મેટ્રોમાં પુના ચેન્નાઈ, કોલકતા, બેંગલોર અને હૈદ્રાબાદ છે) કે જ્યાં ભારતના ફૂડ ઉદ્યોગમાં 20 ટકાના દરે વૃધ્ધિ થઈ રહી છે. મેગા મેટ્રો(મુંબઈ અને પુના) આ વૃધ્ધિ દરમાં 22 ટકાનુ યોગદાન આપે છે. મુંબઈમાં વર્ષ 2009માં ચાલુ  થયેલી  જુનોઝ પિત્ઝાએ અમદાવાદમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. તેના પિત્ઝાની વધી રહેલી માંગના કારણે તેણે મહારાષ્ટ્ર અને ગુજરાતાં 11 આઉટલેટ શરૂ કર્યાં છે.  અમદાવાદમાં 2 નવા આઉટલેટની શરૂઆત સાથે જુનોઝ પિત્ઝા ગુજરાતમાં  નજીકના ભવિષ્યમાં  40 થી 50 આઉટલેટ શરૂ કરીને તેની કામગીરીનો વ્યાપ વિસ્તારવા માગે છે.

જુનોઝ પિત્ઝાના કો-ઓનર આદિત્ય શાહ જણાવે છે કે ”અમે ગુજરાતનાં વિવિધ શહેરોમાં વિસ્તરણનુ આયોજન કરી રહ્યા છીએ જૂનોના લક્ષિત શહેરોમાં  8 થી 10 સ્ટોર અને માસિક રૂ. 1 કરોડની આવકની ક્ષમતા છે અમારો બ્રેક ઈવન પોઈન્ટ આઉટલેટ આધારિત છે અને  તે માટે 12 થી 18 મહિનાનો સમય લાગે છે.”

35 વર્ષ જૂની સિક્રેટ રેસીપી  આ પ્રસિધ્ધ પિઝેરીયાની યુએસપી( યુનિક સેલીંગ પોઈન્ટ) છે.  આદિત્યનાં દાદીએ ઇટાલીની યાત્રા દરમ્યાન આ રેસિપી જાણી  હતી. બાદમાં ભારતીય સ્વાદ અનુસાર પશ્ચિમી કલાને ઢાળીને એક અતિ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વેજીટેરીઅન પિત્ઝા તથા જૈન પિત્ઝા ની રેસિપી તૈયાર કરી હતી. શાકાહારી સ્વરૂપ અને અનોખી ફલેવરને કારણે જુનોઝ પિત્ઝા નોખા તરી આવે છે. આ પિત્ઝા આરોગ્યપ્રદ પણ છે.  જૂનો ગ્લટન ફ્રી અને પ્રિઝર્વેટીવ રહિતના  પિત્ઝા સર્વ કરે છે.  તંદરસ્ત વિકલ્પો પૂરો પાડવાનુ ગૌરવ અનુભવે છે. પિત્ઝા ડો (dough) તથા સોસ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને  ઈન-હાઉસ બનાવવામાં આવે છે અને સંપૂર્ણપણે  તે કેમિકલ્સ અને પ્રિઝર્વેટીવ રહિત છે.