જીટીયુ અને કેડ સેન્ટર વચ્ચે કરાર, રાજ્યના 4 શહેરમાં યોજાશે જોબફેર

અમદાવાદઃ એન્જીનિયરિંગ માટે નોકરી ભરતીમેળા યોજવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને કેડ સેન્ટર વચ્ચે કરાર કરવામાં આવ્યાં છે. તે કરાર અંતર્ગત ભવિષ્યમાં સૂરતરાજકોટવડોદરા સહિત ઝોનલ લેવલે પણ જોબફેર યોજવામાં આવશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે યુનિવર્સિટીમાં ફાર્મસી પ્લેસમેન્ટ ફેરની સફળતાને પગલે તેની જેમ જ એન્જીનિયરીંગ માટેના જોબફેર પણ યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને તેના તમામ આયોજનની જવાબદારી કોર કમિટીને સોંપવામાં આવી હતી. આટલા મોટાપાયાના સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ  જોબફેર માટે જીટીયુ સંલગ્ન ઈજનેરી કૉલેજોના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઑફિસરોની બેઠકો યોજીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કમિટી મેમ્બર્સ દ્વારા અનેક સૂચનો અને ચર્ચાવિચારણાના અંતે આ જોબફેરનું આયોજન સફળ થયું હતું.

જીટીયુ દ્વારા ભવિષ્યમાં  એન્જીનિયરીંગની  તમામ બ્રાન્ચો માટે અલગ અલગ ઝોનમાં પણ આ પ્રકારના  સેન્ટ્રલાઈઝડ એન્જિનિરીંગ  જોબ ફેરનું આયોજન કરવાના ઉદ્દેશથી જીટીયુ અને કેડ સેન્ટર ટ્રેઈનીંગ સેન્ટર વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. જીટીયુના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ શૈલેશ પંચાલ  અને કેડ ટ્રેઈનીંગ સેન્ટરના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી એસ. કે. સેલવન કરાર પર સહીસીક્કા કરીને વિદ્યાર્થીઓને નોકરી આપવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે. કરાર વેળાએ ટેકનિકલ શિક્ષણ નિયામક કે. કે. નિરાલા, જી.સી.સી.આઈ.ના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેશ પટવારી, કેડ ટ્રેઈનીંગ સેન્ટરના મેનેજીંગ ડાયરેક્ટર એસ. કે. સેલવન, જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠ, વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જર, એલ. ડી. કોલેજ ઓફ એન્જીનિયરીંગના પ્રિન્સીપાલ અને એન્જીનીરીંગ ફેકલ્ટીના ડીન. ડૉ. જી.પી.વડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

જીટીયુ દ્વારા ગત 19 ઓગસ્ટે યોજાયેલા પ્રથમ સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ જોબફેરને શિક્ષણ જગતમાં એક મોટી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. મિકેનિકલસિવિલઇલેકટ્રીકલઓટોમોબાઇલ અને પ્રોડકશન  બ્રાન્ચો માટેના આ જોબફેરને તમામ એન્જિનિરીંગ કોલજોએ બિરદાવ્યો હતો અને આવનારા સમયમાં આવા વધુને વધુ જોબફેરના આયોજન દ્વારા વિધાર્થીઓને ઉજ્જ્વળ રોજગારીની તકો મળશે તેવી આશા પણ બંધાઈ છે. વિદ્યાર્થીઓમાં આ જોબફેરને કારણે એક આનંદની લાગણી જોવા મળેલ છે અને કંપનીઓ દ્વારા પણ આ પ્રયાસને ખુબજ બિરદાવવામાં આવ્યો હતો.