ફિલ્મ જેવી ઘટના રિયલ લાઈફમાં, આટલી મોટી ઉંમરે માતાએ આપ્યો બાળકને જન્મ

અમદાવાદઃ કહેવાય છે કે ફિલ્મોમાં બતાવાતી ઘટનાઓ આપણા જીવનમાં ક્યારેય નથી બનતી તે માત્ર કાલ્પનિક અને ફિલ્મ પૂરતી સીમિત હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો છે જેનો સંબંધ એક બોલિવુડની ફિલ્મ સાથે છે. થોડા સમય પહેલા બોલિવુડની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું “બધાઈ હો”.  આ ફિલ્મમાં જે સ્ટોરી બતાવવામાં આવી છે બીલકુલ તેવી જ સ્ટોરી અમદાવાદના એક દંપતીના જીવનમાં બની છે.

અમદાવાદના જીવરાજપાર્કની એક હોસ્પિટલમાં મોટી ઉંમરે એક બહેનના ઘરે દિકરી જન્મી છે. ઘરમાં લક્ષ્મીએ જન્મ લેતા પરિવારમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. વાત છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય જયશ્રી બહેનની. જયશ્રી બહેનને ત્યાં 42 વર્ષની ઉંમરે એક દિકરીનો જન્મ થયો છે. જયશ્રીબેનને હાલ 23 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી છે, અને હાલ જયશ્રીબેનને ત્યાં વધુ એક બેબીનો જન્મ થયો છે.

પરિવારમાં દિકરી સ્વરુપે લક્ષ્મી આવતા આખો પરિવાર અત્યારે ખુશખુશાલ બની ગયો છે. જયશ્રીબેનના પતિ ભરતભાઈ પ્રજાપતિ પોતે 50 વર્ષની ઉંમરના છે અને બેબીના જન્મથી તેઓ જાણે સાક્ષાત 50 વર્ષે લક્ષ્મીજી અવતર્યા હોય તેવી લાગણી અનુભવી રહ્યાં છે.

બેબીના પિતા ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, મારો બાબો 23 વર્ષ અને બેબી 19 વર્ષનીસ જ્યારે મારા પત્નીની ઉંમર 42 વર્ષ છે. મારી ઉંમર 50 વર્ષ છે. 50 વર્ષે બેબી આવી ઘણો આનંદ છે. અને મારા સગાને આ બેબી દત્તક આપવાના છીએ.