2 વર્ષમાં 800થી વધુ હિંદુઓ, 35 મુસલમાનોએ ધર્મ પરિવર્તન માટે માગી મંજૂરી

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 863 હિંદુઓ અને 35 મુસ્લિમો સહિત 911 લોકોએ ધર્મ પરિવર્તન માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માગી છે. રાજ્યના ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળનારા રુપાણીએ લેખિત ઉત્તરમાં જણાવ્યું કે 911 પૈકી 689 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ મંત્રાલય પાસેથી ધર્મ પરિવર્તન માટે અરજી આપનારા લોકોની છેલ્લા બે વર્ષની જાણકારી માંગી હતી. તેના જવાબમાં મુખ્યપ્રધાને આ માહિતી આપી છે. રુપાણીએ જણાવ્યું  911 અરજીઓ પૈકી પ્રતીકાત્મક તસવીર

હિંદુઓની 863, મુસ્લિમોની 35, ઈસાઈઓની 11, ખોજાની એક અને બોદ્ધ ધર્મના વ્યક્તિની એક અરજી મળી છે. તેમણે જણાવ્યું કે ધર્મ પરિવર્તનની મંજૂરી માંગનારા હિંદુઓમાં સર્વાધિક સંખ્યા સૂરત જિલ્લાના લોકોની 474 જેટલી છે.

ત્યારબાદ જૂનાગઢ(152), અને આણંદના(61) હિંદુઓએ ધર્મપરિવર્તન કરવા માગણી કરી છે. ગુજરાત ધાર્મિક ફાઈલ ચિત્ર

સ્વતંત્રતા કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા માંગે છે તો તેણે આના માટે સરકાર પાસેથી મંજૂરી

ફાઈલ ચિત્ર

લેવી જરુરી છે. જબરદસ્તી ધર્માંતરણ રોકવા માટે આ કાયદો 2008માં લાગુ કરવામાં આવ્યો છે.