વેપારના ખેરખાંઓ રમતના મેદાનમાં કૌશલ્ય દાખવવા આવી રહ્યાં છે અમદાવાદ

અમદાવાદ- આ વીક એન્ડમાં કોર્પોરેટ જગતના તમામ માર્ગો અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા તરફ જશે, કારણ કે ત્યાં ટોચના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્ઝ એક સાથે મળીને કોર્પોરેટ સ્પોર્ટસ ચેલેન્જનો પ્રારંભ કરશે. 400 થી વધુ સીઈઓ અને ટોચના મેનેજમેન્ટ કોર્પોરેટ એક્ઝિક્યુટીવ પોતાના રમત કૌશલ્યથી સજ્જ થઈને મલ્ટી-સ્પોર્ટ ફેસ્ટીવલમાં સામેલ થશે.

આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ 10 કોર્પોરેટ ટીમ એક બીજા સામે 5 અલગ અલગ રમતોમાં ટકરાશે અને ચેમ્પિયનશીપ માટે સ્પર્ધામાં ઉતરશે. બે દિવસનો આ કાર્નિવલ આનંદ અને મનોરંજનથી ભરપૂર હશે અને તેમાં સામેલ થનારને ક્રિકેટ, ફૂટબોલ, દોરડા ખેંચ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાની તક પ્રાપ્ત થશે.

જે 10 ટીમ મેદાનમાં ઉતરવાની છે તેમાં અદાણી ફાઈટર્સ, એપોલો વોરિયર્સ, બેંક ઓફ બરોડા બ્લાસ્ટર્સ, કલ્પતરૂ એવેન્જર્સ, વાડીલાલ ચેમ્પિયન્સ, યોનો બાય એસબીઆઈ, સિગ્નેટ ટાઈટન્સ, હેવમોર બ્લોકબસ્ટર્સ, રોયલ ટીસીયર્સ અને ટાઈમ્સ ટાઈગર્સનો સમાવેશ થાય છે.

સ્પોર્ટસ ચેલેન્જમાં ભાગ લેતી ટીમ્સમાં ટીમ સ્પીરીટ માટેનું પ્લેટફોર્મ ઉભુ કરીને દરેક સ્તરના વર્કફોર્સને સાથે લઈને તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સંવાદ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો છે. સીએસસી કોર્પોરેટ જગતને તેમના કર્મચારીઓમાં તંદુરસ્ત અને વધુ સક્રિય જીવનશૈલી ઉભી કરવામાં સહયોગ આપે છે. કોર્પોરેટ ક્ષેત્ર માટે રમતો મારફતે નવા ક્લાયન્ટસ, બિઝનેસ અને ગ્રાહકો સુધી પહોંચવાની નવી તક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]