આનંદો! 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પધારશે, ગતિ રહેશે આવી…

અમદાવાદઃ ગરમીથી આકૂળવ્યાકૂળ પ્રજાજનોને નજીકના દિવસોમાં વરસાદી ઠંડક માણવા મળશે તેવા મીઠા સમાચાર આવી રહ્યાં છે. 14-15 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નક્કી થઇ રહી છે. જોકે ધાર્યાં કરતાં વધુ ઝડપી ગતિએ ચોમાસુ આગળ વધશે તેમ જણાવાઇ રહ્યું છે.

અરબ સાગરના વેલમાર્ક લૉ પ્રેસર અને દક્ષિણ પશ્ચિમી પવનોની અસરથી કેરળ, કોસ્ટલ કર્ણાટક અને તામીલનાડુમાં બેથી ત્રણ દિવસમાં ચોમાસાના સત્તાવાર આગમનની ધારણા છે. ત્યારે 10 જૂનથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદથી ચોમાસાનો પ્રારંભ થઇ જશે.

અરબી સમુદ્રમાં કન્વર્ઝન હોઇ ભારતીય મહાદ્વીપને વરસાદના રુપમાં મહાફાયદો મળી શકે છે તેમ હવામાન ખાતાંની યાદીમાં જણાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]