મોદી સરકારનું વચગાળાનું બજેટ લાવ્યું છે આ મોટી જાહેરાતોઃ વિડીયો જૂઓ…

અમદાવાદઃ વર્તમાન મોદી સરકારનું અંતિમ બજેટ નાણાંપ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં રજૂ કરી દીધું છે. ત્યારે તેની જોગવાઈઓ વિશે પ્રાથમિક દ્રષ્ટિએ આકલન કરીએ તો જણાય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરબોજા વિનાનું અને રાહતોની લહાણી કરતું લોકભોગ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વિશે સંક્ષિપ્ત વિશ્લેષણ chitralekha.com સંવાદદાતા હાર્દિક વ્યાસ અને ચીફ રીપોર્ટર પારુલ રાવલે કર્યું હતું. વિડીયો નિહાળવા ક્લિક કરો…

બજેટની સાથેસાથે….

–     નાણાંપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા વચગાળાનું બજેટ વાંચવાની શરુઆત 11ના ટકોરે…સંબોધન અંશ…

–     દેશના આત્મવિશ્વાસમાં અમે વધારો કર્યો છે.
–     સ્વચ્છ ભારત પર ભાર મૂકાયો
–     ખેડૂતોની આવક બમણી કરવાનું વચન
–     જીડીપી ગ્રોથ સૌથી ઊંચો રહ્યો
–     સરકારે મોંઘવારીની કમર તોડી નાંખી છે.
–     ફૂગાવો અંકુશમાં રહ્યો અને ફિસ્કલ ડેફિસિટ પણ અમારી ધારણા પ્રમાણે રહી
–     2022 સુઘીમાં તમામને ઘર
–     ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા
–     અમારી સરકારનો દમ છે કે આરબીઆઈને કહ્યું લોનની તમામ વિગતો દેશની જનતા સામે રજૂ કરો, બેંકોની સ્થિતિ અંગે જણાવો
–     છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે.
–     સરકારની નવી નીતિથી હવે મોટા ઉદ્યોગપતિઓને પણ લોન ચૂકવવાની ચિંતા થવા માંડી છે
–     મોદી સરકારે દેશની છબી સુધારી છે.
–     બેંકિંગ સીસ્ટમમાં સુરક્ષા વધે તેવી યોજના બનાવી
–     એનપીએ ઘટાડવાની સરકારના પ્રયાસને સફળતા મળી છે
–     રેરાથી રીયલ એસ્ટેટમાં પારદર્શિતા વધી છે

–     ગરીબો માટે સરકારે આર્થિક અનામત આપી જેનાથી બે લાખ લોકોને ફાયદો થસે
–     મનરેગા માટે વધુ રકમ ફાળવાશે,
–     અમે ભ્રષ્ટાચારમુક્ત સરકાર ચલાવી
–     1 કરોડ 53 લાખ ઘર બનાવ્યાં
–     લગભગ તમામ ઘરમાં વીજળી પહોંચી ગઈ છે
–     રાજ્યોને 42 ટકા ફાળો આપ્યો
–     50 કરોડ લોકોને આયુષ્માન યોજનાનો લાભ, 10 લાખ બીમાર લોકોની સારવાર
–     હરિયાણામાં દેશની 22મી નવી એઈમ્સ બનશે
–     દવાઓની કીંમત ઘટતા ગરીબોને ફાયદો થયો છે
–     તમામ જિલ્લા સુધી સરકારી યોજના પહોંચી છે
–     12 કરોડ ખેડૂત પરિવારને લાભ
–     ખેડૂતોના એકાઉન્ટમાં વાર્ષિક સીધા 6 હજાર રૂપિયા જમા કરાશે
–     1 ડિસેમ્બર, 2018થી યોજનાનો અમલ
–     ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થશે
–     બે હેકટર જમીન ધરાવતાં ખેડૂતોને લાભ
–     22 પાકનું લઘુતમ ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કર્યો છે
–     સંસદમાં જય કિસાનના નારા

–     સરકાર કામધેનુ યોજના શરૂ કરશે
–     રાષ્ટ્રીય કામઘેનું યોજના લાગુ કરશે સરકાર
–     પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગોને રાહત, લોનના વ્યાજમાં 2 ટકાની છૂટ
–     મજૂરો અને કામદારો માટે મોટી જાહેરાત
–     ન્યૂનતમ વેતનમાં 42 ટકાનો વધારો કરાયો છે.
–     પગાર પંચની ભલામણોને ઝડપથી અમલી બનાવાશે
–     શ્રમિકના મોત પર 6 લાખની સહાય અપાશે
–     10 કરોડ મજૂરોને લાભ મળશે
–     કામદારોનું બોનસ વધારીને 7 હજાર કરાયું
–     21 હજાર પગારદારને મળશે બોનસનો લાભ

–     રાષ્ટ્રીય કામધેનુ યોજના માટે સરકાર 750 કરોડ ફાળવશે
–     પ્રસૂતા મહિલા માટે મોટી જાહેરાત, પીએમ માતૃ યોજના
–     ઉજ્જવલા યોજના માટે 8 કરોડ ગેસ કનેક્શન
–     25 હજારના પગારના કર્મચારીને ઈએસઆઈનો લાભ
–     ન્યૂ પેન્શન સ્કીમમાં સરકારની 14 ટકા ભાગીદારી
–     ગ્રેજ્યુઈટીની મર્યાદા 10 લાખથી વધારીને 30 લાખ કરાઈ
–     21 હજાર સુધીના પગારદારોને બોનસની જોગવાઈ
–     60 વર્ષે નિવૃત થનારને મહિને 3000 મળશે
–     ડિફેન્સ બજેટ વધારીને 3 લાખ કરોડ કરાયું
–     ઓઆરઓપી માટે 35 હજાર કરોડ અપાયાં
–     સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં દેશની રક્ષા કરે છે
–     દરરોજ 27 કિલોમીટરનો હાઈવે બની રહ્યો છે
–     માનવરહિત રેલવે ક્રોસિંગ નાબૂદ કર્યા છે.
–     પાંચ વર્ષમાં મોબાઈલ ડેટા 50 ટકા વધ્યાં છે
–     પાંચ વર્ષમાં 1 લાખ ડિજિટલ ગામડા બનાવાશે
–     પિયૂષ ગોયલે ઉરી ફિલ્મની પ્રશંસા કરી, જોશ મળ્યો, ઉરી ફિલ્મ જોવાની મઝા આવી
–     12 લાખ કરોડનો ટેક્સ આવ્યો
–     ટેક્સ ચૂકવાનારાની સંખ્યા 80 ટકા વધી
–     24 કલાકમાં આઈટી રીટર્નની પ્રક્રિયા
–     ટેક્સ મૂલ્યાંકન માટે આવકવેરાની કચેરીએ જવું નહીં પડે

–     ઘરની ખરીદી પર જીએસટી ઘટાડવા માટેની ભલામણ કરાઈ છે, ગ્રુપ ઓફ મીનીસ્ટ્રી આ બાબતે વિચારણા કરી રહી છે.
–     બ્લેકમનીને દેશમાંથી હટાવીને રહીશું
–     સિનેમા થિયટર પર જીએસટી 12 ટકા
–     આગામી બે વર્ષમાં આઈટી સ્ક્રૂટિની ડિજિટલી થશે

–     2022 સુધીમાં સ્વદેશી ઉપગ્રહ અવકાશમાં મોકલીશું
–     બજેટમાં પહેલીવાર આગામી 10 વર્ષનું વિઝન રજૂ કરાયું
–     10 ટકાનો મોંઘવારી દર ઘટાડીને 4 ટકા સુધી લવાયો
–     મોંઘવારી દર ઘટાડીને યોજનાકીય ખર્ચ વધાર્યો છે
–     59 મિનીટમાં એક કરોડની લોન આપવાની યોજના
કરદાતાનો આભાર વ્યક્ત કરાયો

–     વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા 2.50 લાખથી 5 લાખ કરાઈ

–     1,50,000 સુધીની બચત સાથે 6,50,000ની વાર્ષિક આવક સુધી શૂન્ય ટેક્સ
–     સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000થી વધારીને 50 હજાર
–     નિયત સાફ હૈ, નીતિ સ્પષ્ટ હૈ નિષ્ઠા અટલ હૈ

–     સંસદમાં મોદી મોદીના નારા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]