અમદાવાદમાં જાપાન મંત્રાલયના પ્રધાને કરી પ્રોજેક્ટ વર્કની સમીક્ષા

અમદાવાદ– અમદાવાદ શહેરને મેટ્રો રેલવેનો લાભ આગામી વર્ષે મળતો થઇ જાય તે માટે ધમધોકાર કામકાજ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના સહકારમાં થઇ રહ્યો છે ત્યારે કામકાજની સમીક્ષા પર જાપાની અધિકારીઓ અને વિષય નિષ્ણાતો પૂરતી નજર રાખી રહ્યાં છે.

મેટ્રો રેલવેના થઇ રહેલા કામકાજની તાજી સમીક્ષા માટે આજે જાપાન સરકારના એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ એન્ડ ટૂરિઝમ- એમએલઆઈટી મંત્રાલયના સંસદીય વાઇસ મિનિસ્ટર અકીમોટોએ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અકીમોટોએ નેશનલ હાઇસ્પીડ રેલવે અને મેટ્રો પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને કામકાજ નિહાળ્યું હતું. તેમની સાથે એનએચઆરસીએલ અને અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.