રાજકોટમાં વાહનવ્યવહારનો આ નવો તરીકો સામે આવ્યો!

રાજકોટ- પ્રજાની સુવિધાઓ માટે મોટા બજેટ ફાળવી વિવિધ સુવિધાઓ શરુ થાય પછી તેના શા હાલ છે તે જાણવાની દરકાર કદાચ સત્તાધીશો નથી લઇ શકતાં તેનું આ કિસ્સો ઉદાહરણ છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે એમ્બ્યૂલન્સ દર્દીઓની નહીં, મુસાફરોને લઇ જતીઆવતી શટલફેરી સર્વિસ બની ગઇ છે.વિગત પ્રમાણે રાજકોટના ગોંડલ ચોકડી પાસેથી એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે મુસાફરો જોવાં મળી રહ્યાં છે તેવો વિડીયો વાઇરલ થયો છે. આ એમ્બ્યુલન્સ કેશોદ નગરપાલિકાની કે જેમાં મુસાફરોની હેરફેર કરવામાં આવી રહી છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે બહારગામથી આવેલી એમ્બ્યુલન્સમાં મુસાફરોને લઇ જવાઇ રહ્યાં છે.