સાબરમતી જેલમાં અતીક અહેમદને લવાયાં પછી ગૃહપ્રધાનની નિરીક્ષણ મુલાકાત, સ્મૃતિખંડો લોકાર્પિત…

અમદાવાદઃ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સાબરમતી જેલની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સાબરમતી જેલમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ લોકમાન્ય બાલ ગંગાધર તિલક કારાવાસના ખંડોને કાયમી સ્મૃતિ કુટિરો તરીકે વિશેષ જાળવી રાખવામાં આવ્યા છે. તેવીજ રીતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજને જેલમાં જે જગ્યાએ રાખવામાં આવ્યા હતાં, તે કારાવાસમાં ખંડોને સ્મૃતિ કુટિર તરીકે ગૃહ રાજ્યપ્રધાને લોકાર્પણ કર્યું હતું.

ગૃહ રાજ્યપ્રધાને જેલના બેકરી વિભાગ, ટેક્સટાઇલ વિભાગ, હેન્ડલુમ વિભાગની પણ મુલાકાત લીધી હતી અને આ વિભાગમાં કામ કરતા કેદીઓના સ્કિલ ડેવલપમેંટ માટે તથા કેદીઓને આધુનિક પ્રશિક્ષણ માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું જેથી કેદીઓ જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર સ્વનિર્ભર બની શકે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉત્તરપ્રદેસના બાહુબલી સાંસદ અતીક અહેમદને યુપીની જેલમાંથી સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે જેલતંત્રની ચૂસ્તીસ્ફૂર્તિની ચકાસણી કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.