આ માર્કેટ 2025 સુધીમાં 13.4 અબજ ડૉલરનું થવાની ધારણા

અમદાવાદઃ મેડિકલ ડિવાઈસ ટેસ્ટીંગ સેવાઓનું માર્કેટ વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૩.૪ અબજ અમેરિકન ડૉલરનું થવાની ધારણા છે, એવી આશા ગ્રાન્ડ વ્યૂ રીસર્ચના તાજેતરના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ના લેટેસ્ટ વૈશ્વિક અહેવાલમાં બજાર ૧૧.૫ ટકાના દરે વિકાસ પામવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. બાયોકમ્પેટીબિલીટી ટેસ્ટીંગ માર્કેટ વિશેના અહેવાલમાં ગુજરાત માટે ગૌરવપ્રદ એવી બાબતમાં રાજ્યની કોન્ટ્રેક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ) એક્યુપ્રેક રિસર્ચ લેબ્સને સતત બીજા વર્ષે પણ કી પ્લેયરોની યાદીમાં સ્થાન હાંસલ થયું છે. સઘન અભ્યાસ અને વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ રિપોર્ટમાં સ્થાન પામનાર એક્યુપ્રેક ગુજરાતનું એકમાત્ર સીઆરઓ છે.

એક્યુપ્રેકના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. મનીષ રાચ્છે આ બાબતમાં પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફાર્માસ્યુટીકલ્સ અને મેડિકલ ડિવાઈસના ટેસ્ટીંગ માટે પ્રિ-ક્લિનીકલ સ્ટડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને આગામી થોડા વર્ષો સુધી આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. સેફ્ટીના હેતુસર રેગ્યુલેટરી નિયમો વધુ કડક બનાવવામાં આવતા હવે મેડિકલ ડિવાઈસ ટેસ્ટીંગ સેવાઓનું આઉટસોર્સીંગ વધ્યું છે. તે ઉપરાંત ગુણવત્તાસભર પ્રોડક્ટોની વધતી જતી માંગને પહોંચી વળવા મેડિકલ ડિવાઈસ ઉત્પાદકો તત્પર બનતા આવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીઆરઓની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ વધારો થવા પાછળ આ બાબત કારણભૂત છે. મેડિકલ ડિવાઈસ ઉત્પાદકો તરફથી પ્રિ-ક્લિનીકલ તથા ઈન વિટ્રો ટેસ્ટની માંગમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સેન્સીટાઈઝેશન, સાયટોટોક્સીસિટી અને ઈરિટેશન સ્ટડીના પ્રમાણમાં વધારો થયો છે.આ રિપોર્ટ બનાવવામાં વિવિધ પરિબળો જેવા કે ટેસ્ટીંગનો અમલ કરવાની પદ્ધતિ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે. મેડિકલ ડિવાઈસ માટે કરવામાં આવતા વિવિધ પ્રકારના ટેસ્ટમાં વપરાતા મટીરિયલ્સ અને સાધનસામગ્રી જેવી બાબતોને પણ તેમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી બહાર પાડવામાં આવેલા આ અહેવાલમાં અમેરિકા તેમજ યુરોપ, ચીન, જાપાન, એશિયા અને ખાસ કરીને ભારત સહિતના દેશોના સીઆરઓનો અભ્યાસ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અહેવાલમાં દર્શાવવામાં આવેલા મહત્ત્વના સીઆરઓમાં વિકહામ લેબોરેટરીઝ, નોર્થ અમેરિકન સાયન્સ એસોસિયેટ્સ, એક્યુપ્રેક રિસર્ચ લેબ્સ, નેલ્સન લેબોરેટરીઝ, ટોક્સીકોન, પેસીફિક બાયોલેબ, બાયોકોમ્પ લેબોરેટરીઝ, મોરૂલા હેલ્થટેક અને જીનિવા લેબોરેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]