ભાવનગરમાં 281 અનાથ દીકરીઓના એકમાંડવે લગ્ન, આમ બન્યાં અનોખા…

ભાવનગર- સમૂહલગ્ન આયોજન દ્વારા મોટો ખર્ચો તો બચતો જ હોય છે, એમાં જ્યારે માનવતાની સુગંધ ફેલાય ત્યારે આખી વાત અનોખા આવકારને પાત્ર બને છે. ભાવનગરમાં યોજાયેલા એક એવા સમૂહલગ્નમાં મુખ્યપ્રધાને પણ હાજરી આપી 281 નવદંપતિઓને આશીર્વાદ આપ્યાં હતાં. આ સમૂહલગ્નમાં 281 હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી દીકરીઓના સંસાર વસ્યાં છે. એમાં ભાગ લેનાર તમામ દીકરીઓની પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. સીએમે નવદંપતિઓને આશિષ આપતા જણાવ્યું હતું કે,  ભાવનગરના આ સમૂહલગ્નથી ગુજરાતની સામાજિક, ધાર્મિક સમરસતાનો સંદેશો સમગ્ર ભારતને મળ્યો છે. દીકરી તેના લગ્ન બાદ બે પરિવારોને સાચવતી હોય છે. ગરીબ પરિવારો માટે લગ્નમાં જાન લઇ જવા હેતુ રૂ. ૧,૨૦૦ થી ૨,૦૦૦ સુધીના ભાડાની બસ સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેમ જણાવી સૌને નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી

લખાણી પરિવાર દ્વારા ’’લાડકડી’’ નામનો આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહલગ્નમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદ ન રાખી તમામ જરુરિયાતમંદ દીકરીઓના લગ્નને બિરદાવતા કહ્યુ હતું કે, ગુજરાતે સમગ્ર ભારત દેશને રાહ બતાવી છે..કેન્દ્રીય રાજયપ્રધાન મનસુખભાઇ માંડવીયાએ આ લગ્નમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદ ન રાખી સામાજિક સમરસતાના દર્શન થયાનું જણાવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ભાવનગર તમામ સ્થાનિક આગેવાનો અને શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]