તાલાળામાં કેરીની હરાજી શરુ, પ્રથમ બોક્સની આવક ગૌશાળાનું દાન

તાલાળાઃ ભરઊનાળાનો ધોમધખતો તાપ તેની સાથે કેરીની સીઝનની જમાવટ પણ લાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમપહેલી હરાજી ગુરુવારે શરુ થઈ હતી જેમાં પ્રથમ બોક્સની બોણીની રકમ ગૌદાન માટે આપવામાં આવી હતી.પ્રથમ બોક્સની હરાજીના રુપિયા 11,000ની આવક થઇ હતી. આ રકમ જુદીજુદી ગૌશાળામાં આપવામાં આવશે. પ્રથમ દિવસે તાલાળા યાર્ડમાં કેરીના 14,000 બોક્સની આવક થઈ હતી. ૧૦ કિલોના આ બોકસના ભાવ રૂ. ૨૨૦થી ૬૮૦ બોલાયા હતાં. આ વખતે કેરીનો ભાવ ઉંચો રહે તેવી માર્કેટિંગ યાર્ડ સત્તાવાળાઓ સંભાવના વ્યક્ત કરી છે.ગત સાલ મોસમ પૂરી થતાં તાલાલા યાર્ડમાં ૧૦ લાખ ૬૭ હજાર બોકસ કેરીની આવકવેચાણ થયાં હતાં . જો કે આ વખતે થોડું મોડું થયું છે. દરમિયાન ગોંડલના સબ યાર્ડમાં ગત પહેલી એપ્રિલથી કેરીની આવક ચાલુ થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં દોઢ લાખ બોક્સ વેચાઈ ચૂક્યાં છે. હવે ગોંડલમાં રોજ આવક વધતી જાય છે. ગત સાલ કેરીની મોસમ પૂરી થઈ ત્યારે ગોંડલમાં સાડા અગિયાર લાખ બોક્સ કેરી વેચાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]