જાણીતા પારસી રંગભૂમિ કલાકાર-દિગ્દર્શક મહેરનોસ કરંજિયાનું અવસાન

સુરત – સુરત શહેરના જાણીતા અને લોકલાડીલા પારસી રંગભૂમિ કલાકાર તથા દિગ્દર્શક મહેરનોસ નૌશિરવાન કરંજિયાનું આજે અવસાન થયું છે. તેઓ 69 વર્ષના હતા.

‘બહેરામની સાસુ’, ‘કૂતરાની પૂંછડી વાંકી’, ‘દિનશાજીના ડબ્બા ગુલ’ જેવા લોકપ્રિય નાટકોમાં મહેરનોસે એમના મોટા ભાઈ યઝદી કરંજિયા સાથે અભિનયની જુગલબંધી જમાવીને લોકોને ખૂબ હસાવ્યા હતા.

કરંજિયા ફેમિલી દ્વારા સંચાલિત શહેરના વિખ્યાત ‘કેમ્બે કોચિંગ ક્લાસ’માં પણ મહેરનોસ કરંજિયા શિક્ષક તરીકે કાર્યરત હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]