ગુજરાતમાં 6 કરોડ સહિત દેશભરમાંથી કુલ 540 કરોડની સંપત્તિ જપ્ત

અમદાવાદ-લોકસભા ઈલેક્શનના સમયગાળામાં ચૂંટણી આચારસંહિતાનું કડકાઈથી પાલન થવું ખૂબ જરુરી હોય છે ત્યારે વિવિધ એજન્સીઓની કામગીરી ચાકચોબંધ ફરી વળતી જોવા મળી રહી છે. આજે જાહેર થયેલાં એક રીપોર્ટ મુજબ ખબર મળી રહ્યાં છે કે દેશભરમાં લગભગ રૂ. 540 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

જેમાં ગુજરાતમાંથી પણ લગભગ રૂ. 6 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દેશભરમાં વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા 25 માર્ચ 2019 સુધીમાં વિવિધ સ્વરૂપે લગભગ રૂ. 540 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આશરે રૂ. 6 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૌથી વધુ સંપત્તિ તમિલનાડુ (107.24 કરોડ), ઉત્તરપ્રદેશ (104.53 કરોડ) અને આંધ્રપ્રદેશ(103.4 કરોડ) માંથી જપ્ત કરવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલી સંપતિનું વિવરણ નીચે મુજબ છે.

 

ગુજરાતમાં જપ્ત થયેલ 6 કરોડની સંપત્તિમાં ઉલ્લેખનીય છે કે 1.74 લાખ લીટર દારુની જપ્તી મુખ્ય છે જેની કીમત

પ્રતીકાત્મક તસવીર

4.77 કરોડ જેટલી છે. દારુબંધી ધરાવતાં રાજ્યમાં નશાખોરીની બેહાલી શી છે તે આ આંકડા પ્રતિબિંબિત કરી રહ્યાં છે.