લોકસભા ચૂંટણીઃ આણંદ જિલ્લાના ધર્મજમાં 12 મેના રોજ ફેરમતદાન થશે

ગાંધીનગર- ગુજરાતમાં 23 મે, 2019ના રોજ યોજાયેલ મતદાનમાં રાજ્ય ચૂંટણી પંચે આણંદ જિલ્લાના વિધાનસભા મતવિભાગ સોજીત્રાના મતદાન મથક નંબર 239 ધર્મજ ગામનું મતદાન રદ કર્યું છે, જેનું ફેરમતદાન 12 મેના રોજ યોજાશે. જો કે ચૂંટણી પંચે તેના માટે કોઈ કારણ રજૂ કર્યું નથી.

લોકસભાની ચૂંટણી, ૨૦૧૯ માટે તા.૨૩.૦૪.૨૦૧૯ ને મંગળવારનાં રોજ થયેલ મતદાન પૈકી નીચે દર્શાવેલ એક મતદાન મથકનું મતદાન ભારતના ચૂંટણી પંચે સને ૧૯૫૧નાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૫૮(૨) અન્વયેરદ કરેલ છે.

ક્રમનં.

જિલ્લાનું

નામ

લોકસભામત વિભાગનો નંબર અને નામ વિધાનસભામત વિભાગનો નંબર અને નામ મતદાનમથક્નો 

નંબર અને નામ

આણંદજિલ્લો ૧૬-આણંદ ૧૧૪-સોજીત્રા

૨૩૯-ધર્મજ-૮

એક મતદાન મથક ખાતે હવે તા.૧૨.૦૫.૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે. જે અંગે સંબંધકર્તા રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]