લોકસભા ચૂંટણી 2019: આજથી ઉમેદવારી પત્ર ભરવાનું શરુ, જાહેરનામું બહાર પડશે

અમદાવાદ- ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ 23 એપ્રિલના રોજ એક  જ દિવસે યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંબંધમાં જરૂરી જાહેરનામા ૨૮/૦૩/૨૦૧૯ ના રોજ બહાર પાડવામાં આવશે.

જાહેરનામું તથા ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ થતાંની સાથે જ ચૂંટણી અધિકારી તથા ચૂંટણી નોટીસમાં નિર્દિષ્ટ કરેલ મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ થઈ શકે છે. ૨૮/૦૩/૨૦૧૯ (ગુરુવાર) થી ૦૪/૦૪/૨૦૧૯ (ગુરુવાર) સુધી (બંને દિવસો સહીત) જાહેર રજાના દિવસો સિવાયના દિવસોએ નિયત કલાકો દરમિયાન ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. જેથી આ દિવસોએ ચૂંટણી અધિકારી તથા નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાત ની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા થશે શરુ

લોકસભાની ચૂંટણીને લઈ પ્રસિદ્ધ થશે જાહેરનામું

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે પણ જાહેરનામું
પ્રસિદ્ધ થશે

વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ નામાંકન પ્રક્રિયા શરૂ થશે

4 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારીપત્ર

લોકસભામાં બેઠકવાર રાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફ્લાયઇંગ સ્ક્વોડ થશે કાર્યરત

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 100 મીટરના પરિધમાં ઉમેદવારના વાહન સહિત માત્ર 3 વાહનો જ લાવી શકાશે

ફોર્મ ભરવા ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓ હાજર રહી શકશે

ઉમેદવારીપત્ર ભરવાના સમયે વાહનો અને લોકોની સંખ્યા અંગે પ્રતિબંધ

ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારીની / મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના પરિઘમાં આવવા દેવાતા ઉમેદવારનાં વાહનોની કે તેમની સાથે આવેલી વ્યકિતોઓનાં વાહનોની સંખ્યા વધુમાં વધુ ત્રણ સુધી મર્યાદિત છે અને  ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશવા પરવાનગી આપી શકાય તેટલી વ્યકિતઓની સંખ્યા ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ સુધી મર્યાદિત છે.

ઉમેદવારો સાથે વાહનો અને વ્યકિતઓની સંખ્યા-મર્યાદા અંગેની ઉકત સૂચનાનું ચુસ્ત પાલન સુનિશ્ચત કરવા, નાયબ પોલીસ અધિક્ષકથી નીચે ન હોય તેવી કક્ષાના પોલીસ અધિકારીને નોડલ અધિકારી તરીકે નીમવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]