વર્લ્ડ વાઈડ ઈલેક્શન ટુરિઝમ! ટૂર ઓપરેટરોએ આપી લોભામણી સ્કીમો…

અમદાવાદઃ આખા દેશમાં અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે વિશ્વ આખાની નજર અત્યારે ભારતની લોકસભા ચૂંટણી પર છે. ગુજરાતના ટૂર ઓપરેટર્સોએ ચૂંટણીની સાથે જ ટૂરીઝમને પણ આકર્ષિત કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. આના માટે એક ખાસ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આમાં ખાવાનું, પીવાનું અને રહેવાનું પેકેજમાં જ છે. તો આ સીવાય સૌથી ખાસ ઓફર એ છે કે, ટૂરિસ્ટોને નેતાઓ સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે.


ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ રીતે દેશના ચારે ભાગો માટે અલગ-અલગ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે વ્યવસ્થામાં કોઈ અછત ન રહે તે માટે, ગુજરાતના ટૂર ઓપરેટર્સો દ્વારા ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ટૂર ઓપરેટર્સોએ અલગ-અલગ જગ્યાઓના સ્થાનિક ટૂર ઓપરેટર્સોને પોતાની સાથે જોડ્યા છે. ઈલેક્શન ટૂરિઝમમાં ટૂર ઓપરેટર્સનું ભારતીય તરફ તો ધ્યાન છે જ, પરંતુ યૂરોપ, અમેરિકા અને યૂકેના લોકો પર તેમનું ખાસ ફોકસ છે. 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં 1200 વિદેશી લોકો બુકિંગ કરાવી ચુક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]