રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ પડવાની શક્યતાઃ હવામાન વિભાગ…

અમદાવાદઃ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના રાજકોટ-અમેરિલી, કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આના કારણે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી છે. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે.

ઉલ્લેખનીય અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી 3 દિવસ શહેરમાં પણ તાપમાંથી રાહત મળશે અને ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે 6 જૂનના કેરળમાં મેઘરાજાનું આગમન થશે. કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ ઉતર તરફ ચોમાસુ આગળ વધશે. જો કે ગુજરાતમાં ચોમાસા ઋતુની શરુઆત 15 જુનથી થાય છે પરંતુ કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ મોસમ વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યારે ચોમાસુ શરુ થશે તેની સચોટ આગાહી કરશે. આ ઉપરાંત મોસમ વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમસું સામાન્ય રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]