અમદાવાદઃ પતંગો પર છવાયા પીએમ મોદી અને રાહુલ ગાંધી

અમદાવાદઃ મકર સક્રાંતિનો તહેવાર ગુજરાતમાં લોકો ધામધુમLr અગાશી પર પતંગ ચગાવીને મનાવે છે. ત્યારે ઉત્તરાયણને લઈને રાજ્યભરના બજારોમાં રોનક વધી છે. પરંતુ આ વર્ષે આગામી લોકસભા ચૂંટણીની અસર પતંગો પર જોવા મળી રહી છે. હકીકતમાં ગુજરાતમાં આ વર્ષે પતંગો પર બોલિવુડ સ્ટાર્સથી વધારે નેતાઓના ચહેરાઓ દેખાઈ રહ્યા છે. આ નેતાઓમાં વડાપ્રધાન મોદીથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામનો પણ સમાવેશ થાય છે.

તો ગુજરાતના રાજકોટ શહેરમાં આખુ બજાર નેતાઓના ફોટા વાળા પતંગોથી ભરાયેલું છે. આ પતંગોમાં મોદી અને રાહુલ ગાંધીના ફોટા વાળા પતંગો ખાસ છે. તો કેટલાક પતંગો પર વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીના ફોટો એક સાથે છે જેના પર લખ્યું છે કે કિસમે કિતના હે દમ. આપને જણાવી દઈએ કે મોદી અને રાહુલ ગાંધી સીવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓના ફોટા પતંગ પર દેખાઈ રહ્યા છે. તો કેટલાક પતંગોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દેખાઈ રહ્યું છે.

પતંગ વ્યાપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે આ અનોખી રીત અપનાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નેતાઓના ફોટા વાળા પતંગોની કિંમત 40-50 રુપિયા એક કોડીના છે. તો આ સાથે જ મોટા નેતાઓના ફોટા વાળા પતંગની કિંમત વધુ હોઈ શકે છે.

નેતાઓના પતંગની વચ્ચે આ વર્ષે સેલીબ્રીટીના ફોટો ઓછા દેખાઈ રહ્યા છે. બજારમાં મોટાભાગના પતંગો પર નેતાઓના ફોટો છે. જો કે બાહુબલી જેવી ફિલ્મોના પતંગો દેખાઈ રહ્યા છે. પરંતુ તેની સંખ્યા ઓછી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]