‘જિફા એવોર્ડ્સ 2017’: ‘કેરી ઓન કેસર’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, સ્મિત પંડ્યા બેસ્ટ કોમેડિયન

અમદાવાદ – ગુજરાત આઈકોનિક ફિલ્મ એવૉર્ડ(જિફા) 2017માં બેસ્ટ એકટ્રેસ ઓફ ધ યરનો એવૉર્ડ સુપ્રિયા પાઠકને ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં અભિનય માટે આપવામાં આવ્યો છે, તેમજ બેસ્ટ એક્ટર ઓફ ધ યરનો એવૉર્ડ મનોજ જોશીને ફિલ્મ ‘પપ્પા તમને નહી સમજાય’ માટે મળ્યો છે. 2017ના વર્ષની બેસ્ટ ફિલ્મ ‘કેરી ઓન કેસર’ રહી છે. તેમજ બેસ્ટ ડિરેક્ટર ઓફ ઘ યરનો જિફા એવૉર્ડ ધર્મેશ મહેતાને ફિલ્મ ‘પપ્પા તમને નહી સમજાય’ માટે મળ્યો છે. બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ સ્મિત ગોપાલ પંડ્યાને ફિલ્મ ‘વિટામિન She’ માટે આપવામાં આવ્યો છે. સ્મિત પંડ્યા ‘ચિત્રલેખા’ના વડોદરા સ્થિત સંવાદદાતા ગોપાલ પંડ્યાના પુત્ર છે.જિફા 2017ના એવૉર્ડનો કાર્યક્રમ અમદાવાદના ધ એરેના ટ્રાન્સ્ટેડિયામાં યોજાયો હતો. જેમાં બોલીવુડ અને ઢોલીવુડ અને રંગમંચના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. અમીષા પટેલ, અમરીસ બક્ષી, હિતેન કુમાર રાગિણી, દીપક ઘીવાલા, ફરીદામીર, ઐશ્વર્યા મજુમદાર, ભૂમિ ત્રિવેદી, મમતા સોની, હિતેન કનોડિયા, મોના કનોડિયા, મમતા સોની, ભાવિની જાની, અરવિંદ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાતના પ્રવાસનપ્રધાન ગણપત વસાવા શહેરના મેયર ગૌતમ શાહ, યોગેશ ગઢવી, ધારાસભ્ય ભવાન ભરવાડે આ એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી.જિફા-2017ના સમારોહમાં રંગમંચ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિશિષ્ટ યોગદાન બદલ પણ એવૉર્ડ આપ્યા હતા. જેમાં અરવિંદ જોષી, ઉમેશ શુકલ, અરવિંદ રાઠોડ, હરેશ પટેલ અને હિતેન કુમારનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય સરકાર વતી એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોઈપણ ફિલ્મનું શુટિંગ કરવું હોય તો તમામ દિગ્દર્શક, નિર્માતાઓને આમંત્રણ છે. સીંગલ વિન્ડોથી તમામ ક્લીયરન્સ મળી જશે. તેમજ ગુજરાતમાં પણ ફિલ્મના શુટિંગ માટે અદભૂત લોકેશન આવેલા છે. અને ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ 2017માં 50,000 કરોડની ઈન્ડસ્ટ્રીઝ બની છે, જે 18.8 લાખ લોકોને જોબ ઓફર કરી છે.જિફા 2017માં બેસ્ટ લિરીક્સ ઓફ ધ યરનો એવૉર્ડ મિલિન્દ ગઢવીને એનાયત થયો હતો. બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે સચીન જીગરને એવૉર્ડ અપાયો હતો. બેસ્ટ સિંગર ઓફ ધ યર ફિમેલ મિરાન્દે શાહ, બેસ્ટ સિંગર ઓફ ધ યર મેલ સચીન સંઘવી, બેસ્ટ વિલન ઓફ ધ યર ફીમેલ પિનલ ઓબેરોય, બેસ્ટ વિલન ઓફ ધ યર મેલ સૌનત વ્યાસ, સપોર્ટિંગ એક્ટ્રેસ કેતકી દવે, બેસ્ટ સપોર્ટિંગ એકટર પ્રેમ ગઢવી અને મિથિલ જૈનને એવૉર્ડ અપાયા હતા.બેસ્ટ સ્ટોરી ઓફ ધ યર કેરી ઓન કેસરને જિફા 2017નો એવોર્ડ મળ્યો હતો. જિફાએ બે કલાકાર નિમેષ દેસાઈ અને જગદીશ ઠાકોરને મરણોત્તર સન્માન આપ્યું હતું.

બેસ્ટ ડેબ્યૂ ઓફ ધ યર ફીમેલનો એવૉર્ડ વ્યોમા નાંદી અન બેસ્ટ ડેબ્યૂ ઓફ યર મેલ ધ્રુવિન શાહને એવૉર્ડ એનાયત થયો હતો.રંગારંગ કાર્યક્રમની સાથે જિફા 2017 એવૉર્ડ સમારોહનું આયોજન જિફાના પ્રમુખ હેતલ ઠક્કર અને ઉપપ્રમુખ અરવિંદ વેગડાએ કર્યું હતું.

બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ જીતનાર સ્મિત ગોપાલ પંડ્યાએ સ્ટેજ પર આવીને એવોર્ડ સ્વીકારતી વખતે એની આગવી સ્ટાઈલમાં જોરદાર પરફોર્મન્સ આપ્યો હતો અને દર્શકો વાહ-વાહ પોકારી ઉઠ્યા હતા.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]